ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસની યોજનાની અફવા ઊડી અને પોસ્ટ ઓફિસ બહાર મોટી લાઈન લાગી ગઈ

  • ‘કોંગ્રેસ 4 જૂન પછી દર મહિને 8500 રૂપિયા મોકલશે’, અફવા બાદ મહિલાઓ પહોંચી પોસ્ટ ઓફિસ 

બેંગલુરુ, 30 મે: બેંગલુરુમાં પોસ્ટ ઓફિસની બહાર મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે, આમાંની મોટાભાગની મહિલાઓ મુસ્લિમ છે. કોઈએ એવી અફવા ફેલાવી છે કે, 4 જૂન પછી કોંગ્રેસ પાર્ટી મહિલાઓના ખાતામાં દર મહિને 8500 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ અફવાને સાચી માનીને મુસ્લિમ મહિલાઓ પોસ્ટ ઓફિસ દ્વારા બચત ખાતા ખોલાવી રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓ તેમના ખાતા ખોલાવી રહી છે. જેને પગલે પોસ્ટ ઓફિસની બહાર મહિલાઓની લાંબી કતારો લાગી છે.

 

7 દિવસમાં 8 હજાર મહિલાઓના ખાતા ખોલવામાં આવ્યા

પોસ્ટ ઓફિસના ડેટા અનુસાર, છેલ્લા 7 દિવસમાં લગભગ 8 હજાર મહિલાઓએ IPPB એકાઉન્ટ ખોલાવ્યું છે. બેંગલુરુમાં જનરલ પોસ્ટ ઓફિસની બહાર મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સેંકડો મહિલાઓ IPPB એટલે કે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતા ખોલવા માટે લાઈનમાં ઉભી છે. પોસ્ટ ઓફિસના અધિકારીઓ પણ આનું કારણ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં, કોઈએ આ મહિલાઓને કહ્યું કે, કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં મહિલોઓને દર મહિને 8500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે, તે પૈસા આ IAPPAB એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

 

હજુ સુધી આવી કોઈ માહિતી નથી: ચીફ પોસ્ટ માસ્ટર

બેંગલુરુની જનરલ પોસ્ટ ઓફિસના ચીફ પોસ્ટ માસ્ટર એચ.એમ. મંજેશના જણાવ્યા અનુસાર, લગભગ તમામ DBT યોજનાઓના પૈસા IPPB ખાતામાં જમા થાય છે. પરંતુ હજુ સુધી એવી કોઈ માહિતી મળી નથી કે, આ ખાતાઓમાં 8500 રૂપિયા જમા થશે. પરંતુ છેલ્લા દસ દિવસથી અચાનક મહિલાઓ ખાતુ ખોલાવવા આવી રહી છે. સામાન્ય રીતે દરરોજ 50 ખાતા ખોલવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 800 મહિલાઓ તેમના IPPB ખાતા ખોલવા આવી રહી છે.

ખાસ કાઉન્ટરો બનાવવામાં આવ્યા

મહિલાઓને લાગે છે કે, 4 જૂનથી કોંગ્રેસ દર મહિને 8500 રૂપિયા ટ્રાન્સફર કરશે. આથી આ તમામ મહિલાઓ વહેલી તકે તેમના ખાતા ખોલાવવા માટે પોસ્ટ ઓફિસ પહોંચી રહી છે. જો કે, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેમને સમજાવી રહ્યા છે કે, સરકારની આવી કોઈ યોજના નથી પરંતુ તેઓ તેમ છતાં તેમનું ખાતું ખોલાવવા માંગે છે. તેથી પોસ્ટ ઓફિસમાં આ માટે ખાસ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે.

આ પણ જુઓ: રાજા ભૈયાએ વડાપ્રધાનના નામની કરી જાહેરાત, 4 જૂને કોની બનશે સરકાર?

Back to top button