ગાંધીનગર, 17 જુલાઈ 2024, ગુજરાતમાં સોશિયલ મીડિયામાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે એવા સમાચારોની વિગતો ફરતી થઈ હતી. ત્યારે આ વિગતો અફવા હોવાની ખુદ સરકારે સ્પષ્ટતા કરી છે.
વર્ગ 3 અને 4ના કર્મીઓને કાયમી કરવાની વાત અફવા
રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરીને જણાવાયું છે કે, કેટલાક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મિડીયામાં સરકાર દ્વારા વર્ગ-૩ અને વર્ગ- ૪ સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે સત્યથી વેગળા છે. સરકાર દ્વારા આ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઇ સૂચના આપવામાં આવેલ નથી. આ અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે.
સોશિયલ મીડિયામાં સમાચારો વહેતા થયા હતા
ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ખાલી પડેલી કર્મચારીની જગ્યા પર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી આપવામાં આવે છે. પરંતુ આ પ્રકારની ભરતી થકી લોકોને હાલાકી પડતી હોવા સાથે ભ્રષ્ટાચારનો પણ ગંભીર આક્ષેપ થતા હતા. આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો છે. આ પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચોઃગુજરાતમાં ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોના રસ્તાઓનું અપગ્રેશન અને મજબૂતીકરણ થશે