અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મનેશનલમધ્ય ગુજરાતશ્રી રામ મંદિર

અયોધ્યાઃ રામલલ્લાની મૂર્તિ ફાઇનલ થઈ હોવાની ચર્ચા, સત્તાવાર સમર્થન બાકી

  • પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિની પસંદગી
  • ભગવાન રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ મૂર્તિ વધુ એક ઉત્તમ ઉદાહરણ :કેન્દ્રીય મંત્રી

અયોધ્યા, 2 જાન્યુઆરી : અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે મૂર્તિની પસંદગીને આખરી પસંદગી કરવામાં આવી હોવાની ચર્ચા છે. દેશના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિને ફાઇનલ કરવામાં આવી હોઈ શકે એવું માનવામાં આવે છે. ભગવાન શ્રી રામની આ મૂર્તિને  અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે એમ કહેવામાં આવે છે, જોકે આ વાતને શ્રી રામમંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. કુલ ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. જેની માહિતી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાના X(ટ્વિટર) હેન્ડલ પર આપી હતી અને કહ્યું હતું કે, “ભગવાન રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ મૂર્તિ વધુ એક ઉત્તમ ઉદાહરણ છે.”

 

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ શું કહ્યું?

પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને લખ્યું કે, “જ્યાં રામ છે, ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. આપણા દેશના જાણીતા શિલ્પકાર, આપણા ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. ભગવાન રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ મૂર્તિ વધુ એક ઉત્તમ ઉદાહરણ છે. તેમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ કર્ણાટકના રામલલ્લા માટે આ એક મહત્વપૂર્ણ સેવા છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ શું કહ્યું ?

BJPના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ સોમવારે કહ્યું કે, રાજ્યના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ‘રામલલ્લા’ની મૂર્તિને અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં પવિત્ર કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવનાર છે. યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, “આ સાથે રાજ્યના શ્રી રામનું ગૌરવ અને ખુશી બમણી થઈ ગઈ છે. શિલ્પકાર યોગીરાજ અરુણને હાર્દિક અભિનંદન.”

આ પણ જુઓ :અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા શું-શું થશે?

Back to top button