ભોલેનાથને પ્રિય છે રૂદ્રાક્ષ, ધારણ કરતાં સમયે આ નિયમોનું અવશ્ય કરજો પાલન
ધાર્મિક માન્યાઓ અનુસાર રૂદ્રાક્ષની ઉત્તપત્તિ ભગવાન ભોલેનાથનાં આંસુઓથી થઇ છે. ભગવાન શિવને ખુબજ પ્રિય થવાને કારણે રૂદ્રાક્ષને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, રક્તચાપ (બલ્ડ પ્રેશર) અને હાર્ટ માટેની તકલીફોમાં તેને ધારણ કરવું ફાયદાકારક છે. આવો જાણીએ રુદ્રાક્ષ ધારણ કરવાનાં નિયમ.
રૂદ્રાક્ષ ધારણ કરવાનાં નિયમ
ધ્યાન રાખો કે રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે ભોલેનાથના મૂળ મંત્ર ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. રૂદ્રાક્ષને અશુદ્ધ હાથથી ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ કારણ કે તે પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રૂદ્રાક્ષને ક્યારેય પણ કાળા દોરામાં ન પહેરવો જોઈએ. તેને હંમેશા લાલ કે પીળા દોરામાં પહેરવું જોઈએ. આ સિવાય તમે રૂદ્રાક્ષને ચાંદીમાં જડીને પણ ધારણ કરી શકો છો., જેમણે રૂદ્રાક્ષ ધારણ કર્યું હોય તેમણે ક્યારેય માંસ, દારૂનું સેવન ન કરવું જોઈએ. વ્યક્તિએ ક્યારેય પોતાનો રૂદ્રાક્ષ બીજાને ન આપવો જોઈએ અથવા બીજાના રુદ્રાક્ષ ધારણ કરવા યોગ્ય નથી.