ટ્રેન્ડિંગમનોરંજન

રુબિના દિલેકે એક મહિના બાદ ટ્વિન્સ દીકરીઓની પહેલી ઝલક બતાવી

Text To Speech
  • રુબિના દિલેકે આજે પોતાની બંને પુત્રીઓના નામ જણાવ્યા છે. રુબિના અને અભિનવે પોતાની દીકરીઓને ઉંચકીને પોઝ પણ આપ્યો છે

ટીવીની જાણીતી અભિનેત્રી રુબિના દિલેકને લઈને થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેણે બે પુત્રીઓને જન્મ આપ્યો છે, જોકે અભિનેત્રીએ આ અંગે કોઈ જાહેરાત કરી ન હતી. જોકે હવે રુબિના દિલેકે સામે ચાલીને તેની લાડલીના ફોટોઝ શેર કર્યા છે અને જણાવ્યું કે આજે કે એક મહિનાની થઈ છે. એટલું જ નહિ રુબિનાએ બંને પુત્રીઓના નામ જણાવ્યા છે. રુબિના અને અભિનવે પોતાની દીકરીઓને ઉંચકીને પોઝ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

શું છે દીકરીઓના નામ

ફોટો શેર કરીને રુબીનાએ લખ્યું છે કે એક્સાઈટમેન્ટ અને ખુશી સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારી બે જુડવા દીકરીઓ જીવા અને એધા એક મહિનાની થઈ ગઈ છે. આજે ગુરુપુરબના ખાસ દિવસે અમને આશીર્વાદ આપજો. અમારી એન્જલ્સને પણ પ્રેમ અને આશીર્વાદ આપજો.

રુબિના દિલેકે જે ફોટો શેર કર્યા છે, તેને જોઈને ખ્યાલ આવે છે કે દીકરીઓ એક મહિનાની થતા તેમના ઘરમાં પુજા કરવામાં આવી છે અને આજે બંનેનું નામકરણ થયું છે. આ દરમિયાન રુબિના અને અભિનવના ચહેરા પર પેરેન્ટ્સ બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

રુબિના દિલેકે ટ્વિન્સ દીકરીઓની પહેલી ઝલક બતાવીઃ જન્મના એક મહિના બાદ જાહેરાત hum dekhenge news

ઉલ્લેખનીય છે કે રુબિના દિલેક ટીવીની મહારાણી કહેવાતી હતી. તે બિગબોસ 14ની વિનર હતી. તેણે લાંબા સમય સુધી તેના બોયફ્રેન્ડ રહેલા એક્ટર અભિનવ શુક્લા સાથે 21 જુન, 2018માં શિમલામાં લગ્ન કર્યા હતા.

આ પણ વાંચોઃ સલમાન ખાન બર્થડે : ભાઈજાનની એક ઝલક માટે ગેલરીની બહાર એકઠા થયા ફેન્સ

Back to top button