- એપોઇન્ટમેન્ટ હોવા છતાં ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં આપનાર લોકોમાં મૂંઝવણ
- એપોઇન્ટમેન્ટ વગર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવી શકે છે
- એપોઇન્ટમેન્ટ લઇ લેનાર અરજદારોએ ફરીવાર ખર્ચ કરવાની જરૂર નથી
ગુજરાતમાં દોઢ દિવસ આરટીઓનું સર્વર બંધ રહ્યું છે. જેમાં એપોઇન્ટમેન્ટ લઇ લેનાર અરજદારો હેરાન થયા છે. તથા સર્વર-ઠપ થવાથી ધક્કો પડયો હોય તે લોકો ચાલુ-સપ્તાહે કોઈપણ-સમયે ડ્રાઈવિંગ-ટેસ્ટ આપી શકશે. તથા બુધવારે પણ સવાર 11.00 વાગ્યા પછી સર્વર શરૂ થયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદ અંગે આગાહી
એપોઇન્ટમેન્ટ લઇ લેનાર અરજદારોએ ફરીવાર આ માટે ખર્ચ કરવાની જરૂર નથી
એપોઇન્ટમેન્ટ લઇ લેનાર અરજદારોએ ફરીવાર આ માટે ખર્ચ કરવાની જરૂર નથી. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા દોઢ દિવસથી સર્વર બંધ હતું. બુધવારે પણ સવાર 11.00 વાગ્યા પછી સર્વર શરૂ થયું હતું. આ પછી ટેસ્ટની કામગીરી શરૂ થઈ હતી. અમદાવાદની ત્રણેય આરટીઓ કચેરીએ જાહેરાત કરી છેકે, સર્વરને લીધે વાહનનો ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપી શકનાર અરજદારો ચાલુ સપ્તાહમાં ગમે ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવી શકે છે.
આ પણ વાંચો: સમગ્ર દેશમાં બે વર્ષમાં 51.17 લાખ રેશનિંગ કાર્ડ રદ, જાણો ગુજરાતમાં કેટલા કેન્સલ થયા
એપોઇન્ટમેન્ટ વગર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવી શકે છે
સમગ્ર રાજ્યમાં સર્વર બંધના લીધે સોમવારે બપોર પછી 2,500 અને મંગળવારે 5,000 અને બુધવારે સવારે કેટલાક લોકો પાકાં લાઇસન્સ માટે વાહનનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકયા ન હતાં. એપોઇન્ટમેન્ટ હોવા છતાં ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં આપનાર લોકોમાં હવે મૂંઝવણ છે કે, ટેસ્ટ આપવા જવું હોય તો ફરી એપોઇન્ટમેન્ટ લઇને જવાનું રહેશે, પરંતુ આરટીઓ કચેરીએ સ્પષ્ટતા કરી છે કે, સર્વરના લીધે એપોઇન્ટમેન્ટ હોવા છતાં જે લોકોના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાયા નથી, તેવા વાહન ચાલકો ચાલુ સપ્તાહમાં કામકાજના દિવસોમાં એપોઇન્ટમેન્ટ વગર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવી શકે છે. હાલ સર્વર રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે. જેથી એક વાર એપોઇન્ટમેન્ટ લઇ લેનાર અરજદારોએ ફરીવાર આ માટે ખર્ચ કરવાની જરૂરી નથી.