અમદાવાદગુજરાત

વીડિયોઃ અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું મહત્ત્વ સમજાવવા RTO અને ટ્રાફિક પોલીસે રેલી કાઢી

Text To Speech

અમદાવાદ, 30 જાન્યુઆરી 2024, શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે પોલીસ ખડેપગે રહે છે. ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. તે છતાંય લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે. અત્યારે નેશનલ રોડ સેફ્ટી અવરનેસ મહિનો ચાલી રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ પોલીસ અને RTO દ્વારા અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. લોકોને ટ્રાફીકના નિયમોનું પાલન તેમજ મહત્ત્વ સમજાવવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા સંયુક્ત રેલી યોજવામાં આવી
આજે સવારે અમદાવાદ RTO ખાતેથી શહેર ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા સંયુક્ત રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં પોલીસકર્મીઓ તેમજ RTOના કર્મચારીઓ હાથમાં બેનર સાથે જોડાયા હતા. આ રેલી RTO કચેરીથી ચીમનભાઈ પટેલ બ્રિજ, વિસત સર્કલ થઈ RTO પરત ફરી હતી. આ રેલીનો ઉદ્દેશ લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવાનો હતો. રેલીમાં બેનર પર ટ્રાફિક અંગેના સૂચનો લખવામાં આવ્યા હતા. હજુ પણ આગામી દિવસમાં રોડ સેફ્ટી અવેરનેસ હેઠળ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે.

આ પણ વાંચોઃસુરતની 22 વર્ષની દીપાલીએ બાળપણનું સપનું સાકાર કર્યું, USAમાં પ્રોફેશનલ પાયલોટ બની

Back to top button