અમદાવાદઃ ગીર સોમનાથનાં RTI એક્ટિવિસ્ટ મહેશ મકવાણાને દાઝ રાખી લૂંટનો કેસ દાખલ કર્યો જાણો શું કહ્યું જીગ્નેશ મેવાણીએ?
અમદાવાદ 16 જુલાઈ 2024 : અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તથા ગુજરાત કોંગ્રેસે પ્રમુખ લાલજી દેસાઈએ પત્રકાર પરિષદને સંબોધન રાજ્યના તમામ જિલ્લાના સર્કિટ હાઉસમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓને લઘુતમ વેતન ન મળતું હોવાથી તેમજ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે સર્કિટ હાઉસમાં સફાઈ કામ તરીકે કામ કરતા હરેશભાઈ જેઠવા નામના કર્મચારી દ્વારા સર્કિટ હાઉસના મેનેજર તથા સુપરવાઇઝર સામે કર્મચારીઓને બીભત્સ ગાળો તથા પૂરતો પગાર ન આપવા તથા ખોટી રીતે હેરાન કરવા તથા નોકરીમાંથી કાઢી મુકવા માટે ધમકી આપવા બદલ ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે શું રજૂઆત હતી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની જાણીએ વિગતવાર!!
આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથામાં 3 થી 4 કરોડનો ભ્રષ્ટાચાર
કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યના તમામ સર્કિટ હાઉસમાં કામ કરતા કર્મચારીઓને વર્ષોથી સરકારના નક્કી કરેલા ધારા ધોરણ મુજબ લઘુતમ વેતન પણ નથી મળતું જેમાં તેમણે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા મોરબી R & B સંચાલિત કોન્ટ્રાક્ટર કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી, ભાવનગર R & B આઉટસોર્સિંગના કર્મચારીઓને લઘુત્તમ વેતન ચુકવવામાં આવતું નથી, કર્મચારીઓનો પગાર આશરે 12500 થાય છે પરંતુ તેમને સેલેરી સ્લીપ નથી આપતા અને તેઓને 7 થી 8 હજાર જેટલો પગાર અપાય છે. ધારો કે એક સર્કિટ હાઉસમાં 20 જેટલા કર્મચારીઓ કામ કરતા હોય તો સમગ્ર રાજ્યમાં સાતથી આઠ હજાર કર્મચારીઓના ત્રણ થી ચાર કરોડનું ભ્રષ્ટાચાર માત્ર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે.
સર્કિટ હાઉસના મેનેજર વિરુદ્ધ ધમકી આપવાની ફરિયાદ
રાજકોટમાં પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં સર્કિટ હાઉસમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હરેશભાઇ જેઠવા દ્વારા સર્કિટ હાઉસનાં મેનેજર સુજીત વસાવડા અને સુપરવાઇઝર રવિભાઇ ચૌહાણ ઉપર પૂરતો પગાર ન આપવા તથા ગેરવર્તન કરવા તેમજ નોકરીમાંથી કાઢી મુકવા માટે વારંવાર ધમકીઓ આપતા હોવાની ફરિયાદ અંગે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે મેનેજર અને સુપર વાઈઝરે કથિત રીતે અસ્લીલ ગાળો આપી કર્મચારી હરેશ જેઠવાને ગુપ્તાંગ માંથી લોહી કાઢી નાખીશ જેવી ધમકીઓ આપી, ઉના કાંડના પીડિતોની સુરક્ષામાંથી 4 SRP જવાનો હટાવી લીધા. ઉના કાંડના આરોપીઓ આજે પણ બુટલેગર તરીકે કામ કરે છે. અને કોડીનારથી ચુંટણી લડનાર કોંગ્રેસ ઉમેદવાર મહેશ મકવાણા ઉપર ભાજપના ઇશારે લૂંટની ફરિયાદ કરવામાં આવી કારણ કે તેમણે ગીર સોમનાથમાં ગેરકાયદેસર રીતે બનેલા ભાજપના કાર્યાલયને હટાવવા માટે આર.ટી.આઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કર્યું અને દૂર કરાવ્યું જેની રાજકીય કિન્નાખોરી રાખીને માથે રહીને લૂંટનો કેસ કરવામાં આવ્યો છે.
1 થી 15 ઓગસ્ટ સુધી યોજાશે ન્યાય યાત્રા
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આ તમામ અંગે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ન્યાય યાત્રા યોજવામાં આવશે. સાથે આ 19 જુલાઈના રોજ કોડીનાર કોંગ્રેસ કાર્યકર્તા મહેશ મકવાણાના સમર્થનમાં વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવશે
આ પણ વાંચો :