ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વાલીઓ માટે ખુશખબર:ગુજરાતમાં RTEના ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ લંબાવાઈ, આવક મર્યાદા 6 લાખની થશે

Text To Speech

ગાંધીનગર, 13 માર્ચ 2025: ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આરટીઈ હેઠળ ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદ્દત વધારવામાં આવી છે. આરટીઈ હેઠળ પ્રવેશમાં આવક મર્યાદા પણ વધી શકે છે. પહેલા આરટીઈ હેઠળ 1,20,000ની આવક મર્યાદિત હતી, જે હવે વધારીને 6 લાખ સુધી થઈ શકે છે.RTEમાં આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી શકે છે.

આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે RTE ગુજરાત પ્રવેશ 2025-26  અંતર્ગત ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે નર્સરીથી પહેલા ધોરણ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે, અરજી કરવા માટે વેબસાઇટ rte.orpgujarat.comની મુલાકાત લેવાની રહેશે.

ફોર્મ ભરવાની તારીખો

  •   પ્રારંભ તારીખ: 28 ફેબ્રુઆરી 2025
  •   અંતિમ તારીખ: 12 માર્ચ 2025 (આ છેલ્લી તારીખ હતી, પણ હવે 10 દિવસ વધારાના મળશે)

કઈ રીતે ફોર્મ ભરી શકશો, આ રહી પ્રક્રિયા

  1. RTE ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: rte.orpgujarat.com
  2. હોમ પેજ પર “RTE પ્રવેશ 2025-26” સૂચના પર ક્લિક કરો.
  3. પ્રવેશ ફોર્મ લિંક પર ક્લિક કરીને નોંધણી પૂરી કરો.
  4. નોંધણી કર્યા પછી rte.orpgujarat.com પર લોગિન કરો.
  5. લોગિન બોક્સમાં નોંધણી આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
  6. “અરજી કરો” પર ક્લિક કરો અને ફોર્મમાં માંગેલી તમામ માહિતી ભરો.
  7. જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  8. ફોર્મ સબમિટ કર્યા પછી ભવિષ્યમાં ઉપયોગ માટે તેની હાર્ડ કોપી પ્રિન્ટ કરાવો.

ફોર્મ ભરવા માટેના જરુરી ડોક્યુમેન્ટ   

  •   તાજેતરની પાસપોર્ટ સાઇઝ ફોટો
  •   ઉમેદવારનું આધાર કાર્ડ
  •   માતાપિતાના આધાર કાર્ડ અને અન્ય ઓળખ પત્ર
  •   જન્મ પ્રમાણપત્ર
  •   સરનામાના પુરાવા
  •   શાળા પ્રવેશ રસીદ
  •   વિદ્યાર્થીઓના વય પુરાવા
  •   આવક પ્રમાણપત્ર
  •   સ્વસત્યાપિત દસ્તાવેજ
  •   બીપીએલ રેશન કાર્ડ

આ ફોર્મ ભરવા માટેની લાયકાત

  •   ઉમેદવાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
  •   ઉમેદવાર સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
  •   વિદ્યાર્થી RTE દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી અથવા ખાનગી શાળામાં ભણતો હોવો જોઈએ.

આ પણ વાંચો: હોળીના એક દિવસ પહેલા જનતાને રાહત મળી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મામૂલી ઘટાડો નોંધાયો

Back to top button