ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાશે, ગાંધીવાદીઓએ નોંધાવ્યો વિરોધ
- યોજાનારા કાર્યક્રમનું નામ ‘સજ્જન શક્તિ સંગમ’ અપાયું
- કાર્યક્રમ RSSની શતાબ્દી ઉજવણીનો એક ભાગ છે
- કાર્યક્રમની વ્યવસ્થાની કામગીરીમાં સંઘના સ્વયંસેવકો હાજર રહેશે
ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાશે જેમાં ગાંધીવાદીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેથી અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ વિવાદમાં આવી છે. કારણ કે, આગામી 22મી ડિસેમ્બર 2024ના રોજ મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
કાર્યક્રમ RSSની શતાબ્દી ઉજવણીનો એક ભાગ છે
આ મામલે ગાંધીવાદીઓ દ્વારા નારાજગી અને વિરોધ વ્યક્ત કરાયો છે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમ RSSની શતાબ્દી ઉજવણીનો એક ભાગ છે જેના માટે આમંત્રણો મોકલવામાં આવ્યા છે. આમંત્રણનું સરનામું ગુજરાત વિદ્યાપીઠ, કર્ણાવતી છે. RSS સંગઠન અમદાવાદ માટે કર્ણાવતીનો ઉપયોગ કરે છે.
કાર્યક્રમની વ્યવસ્થાની કામગીરીમાં સંઘના સ્વયંસેવકો હાજર રહેશે
ગુજરાત વિદ્યાપીઠમાં યોજાનારા કાર્યક્રમનું નામ ‘સજ્જન શક્તિ સંગમ’ અપાયું છે. આ કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં યોજાઈ રહ્યો છે. RSSના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદ પટેલને વિનંતી કરવામાં આવી હતી. જો કે, આ કાર્યક્રમ નારણપુરા ઝોનનો છે. નારણપુરા ઝોનમાં આવતાં 6 વિસ્તારમાં રહેતા અને શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક, સેવા, આર્થિક અને વૈચારિક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોનું રજિસ્ટ્રેશન કરાયું છે. જેમાં IAS, IPS, ડૉક્ટર, પ્રોફેસર, વેપારી, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકાર સહિત 450થી વધુ લોકો હાજરી આપશે. જ્યારે કાર્યક્રમની વ્યવસ્થાની કામગીરીમાં સંઘના સ્વયંસેવકો હાજર રહેશે.
આ પણ વાંચો: વિશ્વ જળમગ્ન શહેર દિવસ પર દ્વારકાનો વિશ્વને અનોખી રીતે કરાવાશે પરિચય