RSS અપ્રાસંગિક બની ગયું છે, હવે બોલવાનો શું ફાયદો… મોહન ભાગવત પર કોંગ્રેસ નેતાએ તાક્યું નિશાન
નવી દિલ્હી, 12 જૂન : કોંગ્રેસે બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત પર તેમની તાજેતરની ટિપ્પણી પર પ્રહારો કર્યા અને દાવો કર્યો કે જ્યારે RSS અપ્રાસંગિક બની ગયું છે ત્યારે ભાગવતના બોલવાનો શું ફાયદો? કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેડાએ પણ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં ભાગવતે ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ હવે તેઓ બોલી રહ્યા છે.
ભાગવતે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું
10 જૂને નાગપુરમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન સંકુલમાં સંગઠનના ‘કાર્ત્યકર્તા વિકાસ વર્ગ-2’ના સમાપન કાર્યક્રમમાં RSSના તાલીમાર્થીઓની સભાને સંબોધતા ભાગવતે કહ્યું હતું કે શાસક પક્ષ અને સરકાર વચ્ચે સર્વસંમતિની જરૂર છે. જેથી સામાન્ય જનતા માટે કામ થઈ શકે. ભાગવતે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી બહુમત મેળવવા માટે થાય છે અને તે એક સ્પર્ધા છે, યુદ્ધ નથી.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ નિશાન સાધ્યું
ખેડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મોહન ભાગવત, તમે જે બીજ વાવ્યું હતું તે હવે ખીલી રહેલા બાવળના ઝાડ તરીકે આકાર લઇ રહ્યું છે. એમાં માટીનો દોષ નથી, માળીનો દોષ છે. અને તે માળી તમે છો. ,
ખેડૂત આંદોલન અને હાથરસની ઘટના યાદ અપાવી
તેમણે કહ્યું, ‘જ્યારે ખેડૂતો રાજધાનીની બહાર હવામાન અને પોલીસનો સામનો કરી રહ્યા હતા, ત્યારે તમે ચૂપ હતા. જ્યારે હાથરસમાં દલિત બાળકી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી ત્યારે તમે ચૂપ હતા. જ્યારે બિલ્કીસ બાનોના બળાત્કારીઓને મુક્ત કરવામાં આવ્યા અને તમારા વૈચારિક સાથીઓએ તેમનું સ્વાગત કર્યું ત્યારે તમે મૌન રહ્યા. જ્યારે દલિતોના મોઢામાં પેશાબ કરવામાં આવતો હતો ત્યારે તમે ચૂપ હતા. જ્યારે પહલુ ખાન અને અખલાકની હત્યા થઈ ત્યારે તમે ચૂપ હતા અને જ્યારે કન્હૈયા લાલના હત્યારાઓનું બીજેપી સાથે કનેક્શન સામે આવ્યું ત્યારે તમે મૌન હતા. ખેડાએ કહ્યું, ‘તમારા (ભાગવત) મૌન અને નરેન્દ્ર મોદીએ સંઘને અપ્રાસંગિક બનાવી દીધા છે. હવે બોલવાનો શો ફાયદો?’
આ પણ વાંચો: 3000 રાશન કાર્ડ, 2500 આયુષ્માન કાર્ડ અને માત્ર 8 મુસ્લિમ મતો! મોદી ભાઈજાનને મનાવવામાં ક્યાં નિષ્ફળ ગયા?