ટ્રેન્ડિંગનેશનલ

ભારતમાં ઈઝરાયેલ અને હમાસ જેવું યુદ્ધ ના થઈ શકે: RSS પ્રમુખ મોહન ભાગવત

Text To Speech
  • મોહન ભાગવતે એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું
  • આપણો દેશ તમામ સંપ્રદાયોનું સન્માન કરે છે: RSS  ચીફ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે શનિવારે કહ્યું કે જે મુદ્દા પર ઇઝરાયેલ અને હમાસ લડી રહ્યા છે તેના પર ભારતમાં ક્યારેય કોઈ લડાઈ નથી થઈ. આ હિંદુઓનો દેશ છે, જે તમામ ધર્મોનું સન્માન કરે છે. આ દેશમાં એક એવો ધર્મ અને સંસ્કૃતિ છે જે તમામ સંપ્રદાયો અને આસ્થાઓનું સન્માન કરે છે. તે ધર્મ હિંદુ ધર્મ છે. મોહન ભાગવત છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષની ઉજવણી નિમિત્તે એક શાળામાં આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન RSSના વડાએ કહ્યું કે, જો તમે આખી દુનિયાને જુઓ તો દરેક જગ્યા પર લડાઈ થઈ રહી છે. તમે રશિયા-યુક્રેન યુદ્ધ, હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વિશે સાંભળ્યું જ હશે. પરંતુ, આપણા દેશમાં આવા મુદ્દાઓ પર ક્યારેય લડાઈ નથી થઈ. શિવાજી મહારાજના સમયમાં આવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ અમે ધર્મના મુદ્દે લડ્યા નથી કારણ કે અમે હિંદુ છીએ અને માત્ર હિંદુ જ આવું વિચારી શકે છે.

ભાગવતે આગળ કહ્યું- આનો મતલબ એ નથી કે આપણે બીજા બધા (ધર્મોને) નકારી કાઢીએ. એ વાત કહેવી પણ જરૂરી છે કે, અમે મુસ્લિમોનું પણ રક્ષણ કર્યું છે. આવું માત્ર હિંદુઓ જ કરે છે અને આ માત્ર ભારત જ કરે છે. બીજા દેશોમાં આવી એકતા જોવા મળતી નથી.

આ પણ વાંચો: લોકોએ INDIAને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવાની આદત કેળવવી જોઈએ’- RSS ચીફ મોહન ભાગવત

Back to top button