- મોહન ભાગવત : પાકિસ્તાનના લોકો ભાગલાથી ખુશ નથી
- મધ્ય-પ્રદેશની રાજધાની ભોપાલમાં હેમૂ કાલાણીની જયંતિ નિમિત્તે આ વાત કરી
- ભારત-પાકિસ્તાનનું વિભાજન એક મોટી ભૂલ હતી
રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે પાકિસ્તાનના લોકો ભાગલાથી ખુશ નથી. તેઓ માને છે કે ભારત અને પાકિસ્તાનના ભાગલાએ એક મોટી ભૂલ હતી.
આ પણ વાંચો : ચાનો સ્વાદ બનશે કડવો ! અમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો
સંઘ પ્રમુખે આ વાત મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં અમર બલિદાની અને કિશોર ક્રાંતિકારી હેમૂ કાલાણીની જયંતિ નિમિત્તે આ વાત કરી હતી. દેશ આઝાદ થયાને સાત દાયકા પસાર થયા ગયા છે. ત્યારે આજે પાકિસ્તાન પણ આ ભાગલાથી નાખુશ છે. તેઓ માને છે કે, ભારત-પાકિસ્તાનનું વિભાજન એક મોટી ભૂલ હતી.
આ સાથે મોહન ભાગવતે કહ્યું કે અખંડ ભારત સત્ય છે. સિંધી સમુદાયના લોકોને સંબોધિત કરતા આરએસએસના વડાએ કહ્યું કે, આપણે એક નવા ભારતનું નિર્માણ કરવાનું છે. ભારત ખંડિત થઈ ગયું. આજે જેને આપણે પાકિસ્તાન કહી છીએ, તેમને લોકો એક મોટી ભૂલ માને છે. પાકિસ્તાની પ્રજા એક એક દાણા માટે વલખા મારી રહી છે. દૈનિક જીવન જરુરિયાતની ચીજવસ્તુના ભાવ ખૂબ જ વધી ગયા છે. પડોશી દેશ આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ પાસે લોન માંગી રહ્યા છે. આમ પાકિસ્તાનની આર્થિક સ્થિતી કફોળી છે.