ટ્રેન્ડિંગનેશનલ

RSS ચીફ મોહન ભાગવતે કહ્યું, ‘વિદેશીઓ અહીંથી ગયા છે પરંતુ ઈસ્લામ…’

Text To Speech
  • RSSના વડા મોહન ભાગવતે આપ્યું મહત્વપુર્ણ નિવેદન
  • હિંદુ-મુસ્લિમ સમુદાયના લોકોને આપી આ સલાહ
  • ઈસ્લામ વિશે શું કહ્યુ મોહન ભાગવતે?

RSSના વડા મોહન ભાગવતે આજે ગુરુવારે નાગપુરમાં એક સભામાં (1 જૂન) કહ્યું હતું કે, “સરહદો પર ખરાબ નજર દેખાડવવાવાળા દુશ્મનોની સામે લડવાને બદલે આપણે એકબીજા વચ્ચે લડી રહ્યા છીએ. દેશમાં ભાષા, પંથ, સંપ્રદાયને લઈને તમામ પ્રકારના વિવાદો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ ભારતની એકતા અને અખંડિતતા માટે પ્રયત્ન કરવો જોઈએ.”

તેમણે વધુમાં કહ્યું કે, “ઇસ્લામે આખા વિશ્વ પર આક્રમણ કર્યું, સ્પેનથી મોંગોલિયા સુધી ફેલાયું. ધીમે ધીમે ત્યાંના લોકો જાગી ગયા, તેઓએ આક્રમણકારોને હરાવ્યા. ધીરે ધીરે ઇસ્લામ પોતાના કાર્ય ક્ષેત્રમાં સંકુચિત થઈ ગયો છે. હવે વિદેશી તો દેશમાંથી ચાલ્યા ગયા પરંતુ ઈસ્લામની ઈબાદત અહીંયા સુરક્ષિત રીતે ચાલી રહી છે. આ ઈબાદત હજારો વર્ષોથી અહીં ચાલે છે. આપણે સૌએ સાથે મળીને રહેવું જોઈએ.

આ પણ વાંચો: શું અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે થયું સમાધાન? જયરામ રમેશે આપ્યુ મહત્વપુર્ણ નિવેદન

Back to top button