- ગુજરાત પ્રાંતમાં RSS સંગઠનની બેઠકો યોજાશે
- સંગઠનને નવા કાર્યક્રમો અને પ્રવૃતિઓના વિસ્તારની રૂપરેખા તૈયાર થશે
- બીજી ઓક્ટોબરને ગાંધી જંયતિ સુધી અમદાવાદમાં રહેશે
RSS ચીફ મોહન ભાગવત પહેલીવાર 7 દિવસ ગુજરાતમાં છે. જેમાં મોહન ભાગવત અમદાવાદમાં ત્રણ દિવસ RSS સંગઠનની બેઠકો લેશે. આજે સુરતમાં કાર્યક્રમ સાથે બીજી ઓક્ટોબરની સવાર સુધી અમદાવાદમાં રહેશે. તથા આગામી સમયમાં સંગઠનને નવા કાર્યક્રમો અને પ્રવૃતિઓના વિસ્તારની રૂપરેખા તૈયાર થશે.
આ પણ વાંચો: વરસાદને અંગે હવામાન વિભાગે અમદાવાદ માટે કરી આ આગાહી
ગુરુવારથી બીજી ઓક્ટોબરને ગાંધી જંયતિની સવાર સુધી અમદાવાદમાં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- RSSના સરસંઘચાલક મોહન ભાગવત પહેલીવાર સળંગ સાત દિવસ સુધી ગુજરાતમાં રોકાણ કરવાના છે. RSS ચીફ ભાગવત મંગળવારે સાંજે સુરત આવી પહોંચ્યા છે અને હવે ગુધવારથી બીજી ઓક્ટોબરને ગાંધી જંયતિની સવાર સુધી અમદાવાદમાં જ રોકાણ કરશે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં સળંગ ત્રણ દિવસ ગુજરાત પ્રાંતમાં RSS સંગઠનની બેઠકો યોજીને સંઘની પ્રવૃતિ, ભાજપ, ABVP સહિત તેની ભગીની સંસ્થાઓ સંદર્ભે સાંપ્રત સ્થિતિ અંગે સમીક્ષા કરશે તેમ જાણવા મળ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં PM મોદી આજે વિવિધ યોજનાઓના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે
મોહન ભાગવત સુરત સ્થિત લાઈફ ડોનેટ સંસ્થાના કાર્યક્રમાં ઉપસ્થિત રહેશે
RSS ચીફ મોહન ભાગવત સુરત સ્થિત લાઈફ ડોનેટ સંસ્થાના કાર્યક્રમાં ઉપસ્થિત રહેશે. બુધવારે આ કાર્યક્રમ બાદ તેઓ 28મી સપ્ટેમ્બરને ગુરૂવારે અમદાવાદમાં એક ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં હાજર આપશે. 29 સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર એમ સળંગ ત્રણ દિવસ અમદાવાદના મણીનગર કાંકરિયા પાસે આવેલુ હેડગેવાર ભવનમાં મોહન ભાગવત RSSની સંગઠનાત્મક બેઠકો યોજશે. આ બેઠકોમાં કોણ ઉપસ્થિત રહેશે અને તેના ઉદ્દેશ્યો શુ રહેશે તે જાણવા મળ્યુ નથી પરંતુ, કહેવાય છે કે, ત્રણ દિવસની બેઠકો દરમિયાન RSSના પદાધિકારીઓ અને કિસાન મોરચા, વિદ્યાર્થી પાંખ તેમજ રાજકીય પાંખ ભાજપ પક્ષ સહિતના આગેવાનો સાથે રાજ્યની સાંપ્રત પરિસ્થિતિના અહેવાલો રજૂ થશે. અને બાદમાં આગામી સમયમાં સંગઠનને નવા કાર્યક્રમો અને પ્રવૃતિઓના વિસ્તારની રૂપરેખા તૈયાર થશે.