અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

RSSના વડા મોહન ભાગવત અને અમિત શાહ અમદાવાદમાં, આ કાર્યક્રમમાં આપશે હાજરી

Text To Speech

અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મ આયાર્ય સભાનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડાવવામા માટે રાષ્ટ્રીય સંયમ સેવક સંઘના મોહન ભાગવત અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને આજે અમદાવાદ શિવાનંદ આશ્રમના કાર્યક્રમમાં યોજાયેલા સંત સંમેલનમાં પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આ સંલેનમાં અમિત શાહ પણ આવે તેવી શક્યતા છે.

RSSના વડા મોહન ભાગવત અમદાવાદમાં

અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ મહાસભાના નેજા હેઠળ સંત સંમેલન યોજાઈ રહ્યો છે. જેમાં હાજર રહેવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને તેઓ હાલ શિવાનંદ આશ્રમ ખાતે પહોંચ્યા છે.

મોહન ભાગવત-humdekhengenews

સંતો સાથે મોહન ભાગવની ગુપ્ત બેઠક

મહત્વનું છે કે અમદાવામાં હિન્દુ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનમાં દેશભરના સંતો ભાગ લઈ રહ્યા છે. આ સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. આ સંત સંમેલનમાં આખો દિવસ ચર્ચાઓનો દૌર ચાલશે.અને આ સંમેલનમાં સામેલ સંતો સાથે મોહન ભાગવની ગુપ્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હિંદુ સમાજના અવાજને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર મુકવા અને રક્ષણ માટેની ચર્ચા અને સમીક્ષા આ બેઠકમાં થતી હોય છે.

અમિતશાહ પણ હાજર આપી શકે તેવી શક્યતા

અમદાવાદ ખાતે આયોજિત આ સંત સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે આ સંત સભાનું દર વર્ષે આયોજન કરવામા આવતું હોય છે. જેમાં દેશભરમાંથી સંતો આવતાહોય છે. અને સનાતન ધર્મ અને તેની સંસ્કૃતિ અંગે ચર્ચા કરવામા આવતી હોય છે.

આ પણ વાંચો : કુમાર કાનાણી ફરી આક્રમક મુડમાં ! આ મુદ્દે સ્થાનિકો સાથે રહી આંદોલનની ઉચ્ચારી ચીમકી

Back to top button