ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં નાગરિકોના આરોગ્યને જોખમમાં મુકતો રૂ.3 કરોડનો જથ્થો જપ્ત

  • 11,893 કિલોગ્રામ અને 12,182 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓનો નાશ કરાયો
  • નાગરિકોના આરોગ્યને જોખમમાં મૂકનારા એકમોમાં TPC ચેકિંગ શરૂ
  • મોટાપાયે ભેળસેળયુક્ત, વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનું ઠેર ઠેર વેચાણ

અમદાવાદમાં નાગરિકોના આરોગ્યને જોખમમાં મુકતો રૂ.3 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં દિવાળીની પૂર્વસંધ્યાએ શહેરમાં ભેળસેળ ત્રણ કરોડનો જથ્થો જપ્ત કરાયો તથા રૂપિયા 67 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ નાગરિકોના આરોગ્યને જોખમમાં મૂકનારા એકમોમાં TPC ચેકિંગ શરૂ છે.

આ પણ વાંચો: અમદાવાદની હવાના પ્રદૂષણમાં સતત વધારો, આ વિસ્તાર બન્યો ઝેરી!

11,893 કિલોગ્રામ અને 12,182 લિટર બિનઆરોગ્યપ્રદ ચીજોનો નાશ કરાયો

11,893 કિલોગ્રામ અને 12,182 લિટર બિનઆરોગ્યપ્રદ ચીજોનો નાશ કરાયો છે. શહેરમાં રૂ. 3.02 કરોડનો 1.01 લાખ કિલો ખાદ્યપદાર્થનો જથ્થો સીઝ કરાયો છે. AMC હેલ્થ- ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્યને જોખમમાં મૂકનાર એકમોમાં ચેકિંગ કરીને તા.1 જાન્યુઆરીથી તા. 11 નવેમ્બર, 2023 સુધીના સમયગાળા દમિયાન કુલ 1,697 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે પૈકી 52 ખાદ્ય ચીજોના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને 11 સેમ્પલ મિસબ્રાન્ડેડ જાહેર થયા છે.

આ પણ વાંચો: ગુજરાત: યુવક દુબઈથી રૂ.50 લાખનું સોનું છુપાવીને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો અને લૂંટાયો

મોટાપાયે ભેળસેળયુક્ત, વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનું ઠેર ઠેર વેચાણ

શહેરમાં મોટાપાયે ભેળસેળયુક્ત, વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનું ઠેર ઠેર વેચાણ થતુ હોવા છતાં મ્યુનિ. ફૂડ વિભાગે લીધેલાં 1697 નમૂનામાંથી ફ્ક્ત 52 સેમ્પલ જ ફેલ અને 11ને મિસબ્રાન્ડેડ જાહેર થયા હોવાને પગલે મ્યુનિ. ફૂડ વિભાગની કામગીરી શંકાસ્પદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. AMC ફૂડ વિભાગ દ્વારા કુલ 3,452 સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તે પૈકી લેબોરેટરી દ્વારા 47 સેમ્પલ અપ્રમાણિત અને 3,108 સેમ્પલ પ્રમાણિત જાહેર થયા છે અને 297 સેમ્પલના પરિણામ હજુ પેન્ડિંગ છે.

11,893 કિલોગ્રામ અને 12,182 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓનો નાશ કરાયો

દિવાળીના તહેવારોમાં માવાની મિઠાઈ, માવો, ડ્રાયફ્રુટ, મુખવાસ, પનીર, બટર, ઘી, વગેરેના સેમ્પલ લઈને જે તે સમયે સીઝ કરેલ શંકાસ્પદ ખાદ્ય પદાર્થ લેબોરેટરીના રીપોર્ટમાં પ્રમાણિત જાહેર થયા પછી સક્ષમ સત્તાની મંજૂરી મળ્યેથી સીઝ કરેલ જથ્થો છૂટો કરવામાં આવશે. રૂપિયા 67,60,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને AMCમાં નહીં નોંધાયેલા અને લાયસન્સ નહીં ધરાવનારા 22,864 વેપારીઓ- એકમોને લાયસન્સ/રજિસ્ટ્રેશન આપીને રૂ. 1,29,45,900ની લાયસન્સ ફી વસૂલ કરવામાં આવી છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને નાગરિકોને આરોગ્યને હાનિ પહોંચાડનાર 100 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે અને 11,893 કિલોગ્રામ અને 12,182 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે.

Back to top button