ગજબની છે આ SIP: દર મહિને ખાલી 250 જમા કરાવીને 17 લાખના માલિક બની શકશો
![પૈસાની બાબતમાં લક્કી હોય છે આ રાશિના લોકો, બચત કરવામાં માહેર hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/06/money.jpg)
અમદાવાદ, 19 ફેબ્રુઆરી 2025: આજના સમયમાં સૌ કોઈ પોતાની કમાણીનો એક ભાગ રિટાયરમેન્ટ માટે બચાવે છે. જેથી ઉંમરના આ પડાવ પર અન્ય કોઈ પર નિર્ભર ન રહેવું પડે, અને તકલીફોનો સામનો ન કરવો પડે. તમારી નાની એવી બચત પણ આપની દરેક સમસ્યાનો હલ કરી શકે છે. ભારતીય સ્ટેટ બેન્કે એક નવી એસઆઈપી સ્કીમ શરુ કરી છે. જેમાં ફક્ત 250 રુપિયાથી શરુઆત કરી શકાય છે. દર મહિને નિયમિત બચત કરીને 17 લાખ રુપિયાથી પણ વધારે ફંડ એકઠું કરી શકો છો. તો આવો સમજીએ આખું ગણિત…
તમારા હિસાબથી પસંદ કરી શકશો રોકાણનું ઓપ્શન
પહેલા જણાવી દઈએ કે, એસબીઆઈ મ્યૂચ્યુઅલ ફંડ અને સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયા દ્વારા મળીને શરુ કરવામાં આવેલી જનનિવેસ એસઆઈપી વિશે, જેને ખાસ પહેલી વાર રોકાણ કરનારા અને ગ્રામિણ, અર્ધ શહેરી અને શહેરી વિસ્તારમાં રહેતા નાના રોકાણકારોને મ્યુચ્યુલ ફંડ યોજનામાં ભાગ લેવા માટે સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી લોન્ચ કરવામાં આવી છે. તેની ખાસ વાત એ છે કે, તેમાં રોકાણ ફક્ત 250 રુપિયાથી શરુઆત કરી શકો છો, જેમાં દૈનિક, સાપ્તાહિક અને માસિક ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન પસંદ કરી શકો છો.
રોકાણની શરુઆત માટે બેસ્ટ વિકલ્પ
કહેવાય છે કે યોગ્ય જગ્યા પર રોકાણ અને શાનદાર રિટર્નથી નાની બચત કરીને પણ મોટું ફંડ એકઠું કરી શકાય છે અને આ હિસાબથી સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી ખાસી લોકપ્રિય થઈ રહી છએ. એસબીઆઈની આ એસઆઈપી સ્કીમમાં શરુઆતમાં રોકાણ એસબીઆઈ બેલેંસ્ડ એડવાંટેઝ ફંડમાં ઈન્વેસ્ટ કરવા માટે કરી શકે છે. જે એક એવું ફંડ છે, જે ફંડ મેનેજરો દ્વારા ઈક્વિટી અને ડેટની વચ્ચે રોકાણકારોને રણનીતિક રીતે ફાળવે છે.
કેવી રીતે એકઠા કરી શકાય 17 લાખ રુપિયા
હવે વાત કરીએ તેના ગણિત વિશે તો જે અંતર્ગત દર મહિને કરવામાં આવેલું 250 રુપિયાનું રોકાણ 17 લાખ રુપિયાથી પણ વધારેનું ફંડ કેવી રીતે બનાવી શકાય. તો આપને જણાવી દઈએ કે, એસઆઈપી એક લોંગટર્મ ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન હોય છે અને તેનો ઈતિહાસ જોઈએ તો, 12-16 ટકા રિટર્ન રોકાણકારણો પ્રાપ્ત કરી શકે છે. હવે 250 રુપિયાની માસિક એસઆઈપીને જો 30 વર્ષ સુધી ચલાવીએ તો, આ દરમ્યાન 15 ટકા રિટર્ન મળે છે, તો પછી રોકાણકારો પાસે 17.30 લાખ રુપિયા જમા થઈ જશે. તેમાં 90,000 અને 16,62,455 રુપિયાનું રિટર્ન સામેલ છે.
જો આ નાની એસઆઈપી યોજનામાં આપના રોકાણનો ગાળો વધારીને રોકાણકાર 40 વર્ષ કરે તે પછી તેની પાસે 78 લાખ રુપિયાથી પણ વધારેની રકમ હશે. હકીકતમાં જોઈએ તો કોઈ રોકાણકાર 250 રુપિયા દર મહિનાનું નિયમિત 40 વર્ષ સુધી રોકાણ કરશે અને રિટર્ન 15 ટકા રહેશે તો 1.20 લાખ રુપિયા થશે, પણ તેને મળતા રિટર્ન કંપાઉંડિંગ સાથે વધીને 77,30,939 રુપિયા થઈ જશે અને કૂલ ફંડ 78,50,939 રુપિયા થશે. અહીં ધ્યાન રહે કે આ આંકડામાં મોંઘવારી દરને સામેલ ન કર્યું. જે સંભવિત રીતે કૂલ રકમની કિંમતને ઓછી કરી શકે છે.