ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

રૂ. 2000ની ચલણી નોટઃ હજુ 8000 કરોડની નોટો લોકોએ પરત નથી કરી!

Text To Speech

નવી દિલ્હી, 1 માર્ચ: રિઝર્વ બેંક (RBI) એ ગયા વર્ષે ચલણમાંથી પાછી ખેચેલી રુપિયા 2 હજારની ગુલાબી નોટને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે 29 ફેબ્રુઆરી 2024 સુધી 2000 રૂપિયાની કુલ 97.62 ટકા નોટ પરત આવી છે. RBIએ વધુમાં કહ્યું કે, ‘હજી પણ 8470 કરોડ રૂપિયાની નોટો લોકોએ બેંકને પરત કરી નથી.’

RBI એ 19 મે, 2023 ના રોજ જાહેરાત કરી હતી કે તે દેશની સૌથી મોટી ચલણી નોટ એટલે કે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી રહી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય ક્લીન નોટ પોલિસી હેઠળ લીધો હતો. દેશની તમામ બેંક શાખાઓમાં ઉપલબ્ધ આ નોટ બદલવા માટે 7 ઓક્ટોબર, 2023 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો હતો.

જો હજી પણ 2 હજારની નોટ બદલવી હોય તો કેવી રીતે બદલી શકાય?

જો કે, હવે સામાન્ય બેંકો અને અન્ય સ્થળોએ 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા બંધ થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ 2000 રૂપિયાની નોટ બદલાવવા માંગે છે, તો તેમણે પોસ્ટ દ્વારા નોટને આરબીઆઈની કોઈપણ ઓફિસમાં મોકલવી પડશે.

2000 રૂપિયાની નોટ ક્યારે આવી?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવેમ્બર 2016માં 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. તે સમયે સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો પર રાત્રો રાત્ર પ્રતિબંધ મુક્યો હતો. તે સમયે 1000 રૂપિયાની નોટ સૌથી મોટી કરન્સી હતી, ત્યાર બાદ 2000 રૂપિયાની નોટ બજારમાં આવી હતી.

2 હજારની નોટ ક્યારે બંધ થઈ?

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2018-19માં 2000 રૂપિયાની નોટ છાપવાનું પણ બંધ કરી દીધું હતું અને તેને મે 2023માં તબક્કાવાર બંધ કરવાનો પણ નિર્ણય કર્યો હતો. હવે ભારતીય ચલણમાં 500 રૂપિયાની નોટ સૌથી મોટી કરન્સી છે.

આ પણ વાંચો: પેટીએમનો Paytm Payments Bank સાથેનો કરાર પૂરો, હવે શું થશે?

Back to top button