અમદાવાદમાં ડેરી ઉદ્યોગ-હોટેલ સંચાલકો પર ITના દરોડામાં રૂ.200 કરોડનું કૌભાંડ ઝડપાયુ
- એક કરોડથી વધારેની રોકડ રકમ જપ્ત કરાઇ છે
- લોકરમાં બ્લેકમની હોવાની આઇટીના અધિકારીઓને આશંકા
- રાજુ દેસાઈ અને ગોરાંગ દેસાઈની ઓફિસ અને રહેઠાણ મળી 20 સ્થળોએ દરોડા
અમદાવાદમાં ડેરી ઉદ્યોગ-હોટેલ સંચાલકો પર ITના દરોડામાં રૂ.200 કરોડનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં એક કરોડથી વધારેની રોકડ, જ્વેલરી અને દસ જેટલા બેંક લોકરો સીઝ કરાયા છે. તેમજ વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે. તથા કેટલાક બ્રોકરો, ફાઇનાન્સરો પણ ઝપેટમાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી
એક કરોડથી વધારેની રોકડ રકમ જપ્ત કરાઇ છે
લોકરમાં બ્લેકમની હોવાની આઇટીના અધિકારીઓને આશંકા છે. નવરંગપુરા વિસ્તારમાં ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પર આવેલી રિવર રિવ્યુ હોટલના સંચાલોકોના ત્યાં આવકવેરા વિભાગના 150 જેટલા અધિકારીઓએ દરોડાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રાખી છે. કાર્યવાહી દરમિયાન 200 કરોડના હિસાબી ગોટાળા મળી આવ્યા છે. એક કરોડથી વધારેની રોકડ રકમ જપ્ત કરાઇ છે. દસ જેટલા બેન્ક લોકર સીલ કરાયા છે. આ ઉપરાંત લોકરમાં બ્લેકમની હોવાની આઇટીના અધિકારીઓને આશંકા છે.
આ પણ વાંચો: ગુજરાત: પહેલી એપ્રિલથી એક્સપ્રેસ-વે અને NH48 પર ટોલ ફીમાં વધારો થશે
રાજુ દેસાઈ અને ગોરાંગ દેસાઈની ઓફિસ અને રહેઠાણ મળી 20 સ્થળોએ દરોડા
ડેરી ઉદ્યોગ અને હોટેલ ચલાવતા સંચાલકો રાજુ દેસાઈ અને ગોરાંગ દેસાઈની ઓફિસ અને રહેઠાણ મળી 20 સ્થળોએ દરોડા પાડયા હતા. પ્રાથમિક તપાસમાં કરચોરી અંગેના વાધાજનક દસ્તાવેજો, કાચી ચિઠ્ઠીઓ, જમીનોના દસ્તવોજો મળી આવ્યા છે. બેનામી રોકાણ કર્યા હોવાના કેટલાક પુરાવા મળ્યા છે જેનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. હોટેલની સાથે ફાઇનાન્સ પણ કરતા હોવાની વિગતો જાણવા મળી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બ્લેકમનીની હેરાફેરી રોકવા આઇટી વિભાગ સક્રિય છે ત્યાં માર્ચ એન્ડિંગમાં અમદાવાદમાં સાગમટે દરોડા પાડવામાં આવતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.