એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

GPSC સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે આદિજાતિ યુવક – યુવતીઓને અપાશે રૂ.20 હજારની સહાય

Text To Speech
  • કોચિંગ સહાય માટે પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • તા.17 ઓગષ્ટ 2023 સુધીમાં કરી શકાશે અરજી
  • પછાત સમુદાયના યુવાનોને આગળ લાવવા સરકારના પ્રયાસ

રાજ્યના આદિજાતિ સ્નાતક યુવક-યુવતીઓ ગુજરાત જાહેર સેવા આયોગ GPSC વર્ગ 1 અને 2 ની સ્પર્ધાત્મક પરીક્ષા પાર કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પરીક્ષાના કોચિંગ-તાલીમ સહાય પેટે એકવાર પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.20 હજારની રકમ આપવામાં આવશે. આ કોચિંગ સહાયનો લાભ લેવા માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા.17 ઓગષ્ટ 2023 સુધીમાં ડી-સેગના પોર્ટલ dsagsahay.gujarat.gov.in પર ઓનલાઇન અરજી-નોંધણી કરવાની રહેશે તેમ,આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, (ડી-સેગ) ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

કેવી રીતે મળશે સહાય ?

અનુસૂચિત જનજાતિના સ્નાતકની તથા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત સેન્ટરમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડી.બી.ટી. યોજના મારફતે વિદ્યાર્થી દીઠ એક વાર રૂ.20 હજાર અથવા વાસ્તવિક કોચિંગ ફી પૈકી જે ઓછું હોય તે રકમ સીધી ખાતામાં જમા કરાશે.

શું નિયમ છે સહાય મેળવવા માટેનો ?

કોચિંગ સહાય મેળવવા ઇચ્છુક આદિજાતિના વિદ્યાર્થી જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિયત કરાયેલી ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. આદિજાતિ વિદ્યાર્થી જે જિલ્લામાં કોચિંગ મેળવવા ઇચ્છતો હશે તે જિલ્લાના લક્ષ્યાંક અન્વયે સ્નાતકક્ષાના મેરીટના ધોરણે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે. સહાય માટે વિદ્યાર્થીએ જી.પી.એસ.સી વર્ગ-1, વર્ગ-2 ની સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પીપા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરેલ હોવી જોઇએ. સહાય માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 5 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ તેમ, યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button