ગુજરાતબિઝનેસ

રૂપિયા 20.42 કરોડ ઈનપૂટ ટેક્સ ક્રેડિટની છેતરપિડી, CGSTએ કેવી રીતે પકડ્યું કૌભાંડ ? જાણો

Text To Speech

અમદાવાદ સીજીએસીટના સાઉથ કમિશનરેટ ઝોન દ્વારા ડેટા ઈન્ટલેજિન્સ અને ડેટાના પૃથ્થકરણ તેમજ ઈન્ટલિજન્સ રિપોર્ટના આધારે ઈનપૂટ ટેક્સ ક્રેડિટની છેતરપિંડીના મામલે બે પેઢીઓ સામે કેસ દાખલ કર્યો છે. સીજીએસટી અમદાવાદ દ્વારા મેસર્સ મહાકાળી ટ્રેડર્સ અને મેસર્સ યુ એસ સ્ટાન્ડર્ડ ઈસ્પાત પ્રા.લિ. નામની બે પેઢીઓ સામે ફરિયાદ નોંધી છે. આ બંને પેઢીઓ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અમદાવાદની આ બે પેઢીના સંચાલકે કાગળિયા પર જ 17 પેઢીઓ ઊભી કરી આચર્યુ મહાકૌભાંડ, સીજીએસટીએ ખુલ્લો પાડ્યો છેતરપિંડીનો ખેલ.

આ બંને પેઢીનું તમામ રોજીંદુ કાર્ય શેરસિંઘ બી. દહિયાવત જોતા હતા. આ વ્યક્તિ ઉક્ત કેસના માસ્ટર માઈન્ડ તરીકે ઉભરી આવ્યા છે. સીજીએસ એક્ટ 2017ની અન્ડર સેક્શન 70 હેઠળ નિવેદન આપતા શેરસિંઘ દેહિયાવતે રૂપિયા 20.42 કરોડની ઈનપૂટ ટેક્સ ક્રેડિટ અસ્તિત્વ ન ધરાવતી 17 પેઢીના નામે કાગળિયા ઊભા કરી અને મેળવી લીધી હોવાનું સ્વીકાર્યુ છે.

તપાસમાં જાણવા મળ્યું કે જે પેઢીઓના નામે ખોટા કાગળિયા તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં નામ, સરનામા અને વેપાર ધરાવતી પેઢીઓ ફક્ત કાગળિયયા પર જ ઊભી કરવામાં આવી હતી. આ 17 પઢીઓને અવારનવાર સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતા તેમના વતી કોઈ પણ વ્યક્તિ નિવેદન આપવા માટે હાજર થઈ નહોતી.

આરોપીની ધરપકડ સીજીએસટી કલમ 132(1) (સી)ના ગુના હેઠળ સીજીએસટી એક્ટ 2017 અન્ડર સેક્શન 69(1) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આરોપીને અમદાવાદ મેટ્રોપોલિટનના એડિશ ચીફ મેજિસ્ટ્રેશન સમક્ષ તારીખ 18મી મેના રોજ રજૂ કરવામાં આવ્યો હતો.

Back to top button