ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાંથી ‘ચિલ્ડ્રન બૅંક ઑફ ઇન્ડિયા’ લખેલી રૂ.17 લાખની નોટો ઝડપાઇ

Text To Speech
  • તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન નોટો ઝડપાઇ
  • આ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે
  • રૂ. 500 અને રૂ. 100ના દરની નોટના 34 બંડલ મળી આવ્યા

ગુજરાતના આણંદ શહેરમાંથી ‘ચિલ્ડ્રન બૅંક ઑફ ઇન્ડિયા’ લખેલી રૂ.17 લાખની નોટો ઝડપાઇ છે. તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન નકલી ચલણી નોટો ઝડપાઈ છે. જે મામલે 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને અત્યાર સુધીમાં કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

27 ડિસેમ્બર 2024ની રાત્રે તારાપુર ચોકડી પર વોચ ગોઠવી

પોલીસને બાતમી મળી હતી કે સોજિત્રા તરફથી આવતી એક કારમાં બનાવટી નોટનો મોટો જથ્થો છે. જે બાતમીના આધારે પોલીસે 27 ડિસેમ્બર 2024ની રાત્રે તારાપુર ચોકડી પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કાર આવી, જેમાં ચાર શખ્સો સવાર હતા. આ કારની ડેકીમાં તપાસ કરતાં ખાખી કલરનું એક બોક્સ મળી આવ્યું હતું. જેમાં રૂ. 500 અને રૂ. 100ના દરની નોટના 34 બંડલ મળી આવ્યા હતા.

ગણતરી કરતાં કુલ 17 લાખની નકલી નોટ મળી આવી

ગણતરી કરતાં કુલ 17 લાખની નકલી નોટ મળી આવી હતી. આ સાથે કારમાં સવાર પરમાર સુરેશ ફતેસિંહ, પટાટ રાજા કાના, ગોસ્વામી વિજય મોહનપુરી અને વાળા પ્રકાશ વિક્રમની અટકાયત કરવામાં આવી હતી. તારાપુર પોલીસે મુદ્દામાલ સહિત આરોપીઓને આણંદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા છે. જ્યાં તેમની વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખનો તોડ કર્યો

Back to top button