રાજ્યના 142 કિમીના 5 રસ્તાઓ રિસરફેસીંગ કરવા રૂ.131 કરોડ મંજૂર


ગાંધીનગર, 19 ડિસેમ્બર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા કુલ ૧૪૨ કિ.મી લંબાઈના માર્ગો માટે આ રકમ મંજૂર કરી છે.
તદ્દઅનુસાર, પેથાપુર-નારદીપુર-ખેરવા 22.40 કિ.મી, જામનગર-લાલપુર-વેરાદ 31.85 કિ.મી. તેમજ નડિયાદ-પેટલાદ-ખંભાત 24 કિ.મી. અને ચીખલી-ધરમપુર 20.45 કિ.મી. તથા ભુજ-મુંદ્રા 43.50 કિ.મી.માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના સાહસ સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાછલા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રીસર્ફેસિંગ, વિસ્તૃતિકરણ વગેરે માટે કુલ 2999 કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવેલા છે.
આ પણ વાંચો :- ખેડૂતો માટે અગત્યના સમાચારઃ રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે