RRRએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો, ફિલ્મે જાપાનમાં ધૂમ મચાવી
‘RRR’નો ક્રેઝ સમગ્ર વિશ્વના ચાહકોમાં હજુ પણ યથાવત છે. ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’એ 95માં એકેડેમી એવોર્ડ્સમાં ઓસ્કર એવોર્ડ જીત્યો હતો, ત્યારે હવે ‘RRR’એ વધુ એક માઈલસ્ટોન પાર કર્યો છે. તાજેતરમાં ‘RRR’એ જાપાન બોક્સ ઓફિસ પર 200 દિવસ પૂરા કર્યા છે. આ સાથે જ આ ફિલ્મ જાપાનમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ પણ બની ગઈ છે.
RRR એ ફરી રચ્યો ઇતિહાસ!
ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થયેલી સફળ ફિલ્મ ‘RRR’ આજે જાપાનમાં એક જબરદસ્ત સિદ્ધિની ઉજવણી કરી રહી છે. જાપાનમાં લાંબા સમયથી ફિલ્મો થિયેટરોમાં માત્ર 50 દિવસ જ પુર્ણ કરી શકતી હતી, પરંતુ ‘RRR’એ અહીં 200 દિવસ પૂરા કરીને ઈતિહાસ રચ્યો છે. તેણે જાપાનમાં બોક્સ ઓફિસ પર TOP 15 ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. છેલ્લા 10 દિવસમાં ફિલ્મે 140 મિલિયનનુ કલેક્શન કર્યું છે. ‘RRR’ જાપાનમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની એક બની ગઈ છે.
‘RRR’ની વિશ્વવ્યાપી કમાણી 1235 કરોડ રૂપિયાને પાર!
આ ફિલ્મે 199 દિવસ દરમિયાન જાપાનમાં બોક્સ ઓફિસ પર કુલ 1954 મિલિયનનું કલેક્શન કર્યું છે. ‘RRR’ની વિશ્વવ્યાપી કમાણી હવે 1235 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. એસએસ રાજામૌલીની આ ફિલ્મ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ‘દંગલ’ અને ‘બાહુબલીઃ ધ કન્ક્લુઝન’ પહેલા અને બીજા સ્થાન પર છે.
આ પણ વાંચો: ફાતિમા સના શેખે આમિર ખાનની દીકરીના જન્મદિવસને બનાવ્યો ખૂબ જ ખાસ