ટ્રેન્ડિંગમનોરંજન

‘RRR’ અને ‘થોર’ ફિલ્મના અભિનેતા ‘રે સ્ટીવનસન’નું નિધન, શું કહ્યુ એસએસ રાજામૌલીએ?

Text To Speech

હોલીવુડના પ્રખ્યાત અભિનેતા રે સ્ટીવનસનનું રવિવારે 58 વર્ષની વયે અવસાન થયું. આઇરિશ મુળના અભિનેતા છેલ્લે એસએસ રાજામૌલીની સફળ ફિલ્મ ‘RRR’માં જોવા મળ્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદથી રેના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. મૃત્યુના 2 દિવસ પછી, 25 મેના રોજ, રેનો જન્મદિવસ હતો. માર્વેલની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા રે સ્ટીવનસનના અવસાનના સમાચારથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લહેર છે.

અભિનેતા રે સ્ટીવનસન-hdnews
અભિનેતા રે સ્ટીવનસન

એસએસ રાજામૌલીની પીરિયડ એક્શન ફિલ્મ ‘RRR’માં રામ ચરણ અને જુનિયર એનટીઆરએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મમાં રે સ્ટીવનસન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેણે ‘સ્કોટ બક્સટન’ની ભૂમિકા ભજવી હતી. આ તેમની કારકિર્દીની પ્રથમ ભારતીય ફિલ્મ હતી. રેનો જન્મ 25 મે 1964ના રોજ ઉત્તરી આયર્લેન્ડમાં થયો હતો. તેમના પિતા પાઈલટ હતા અને 8 વર્ષની ઉંમરે તેઓ પરિવાર સાથે ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયા હતા. અભિનેતાના નિધનના સમાચાર સાંભળીને એસએસ રાજામૌલીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

રેએ મનોરંજનની દુનિયામાં ઘણું મોટું નામ કમાવ્યું હતુ. તેમણે ઘણા મહત્વપૂર્ણ પાત્રો ભજવીને દર્શકોના હૃદય પર છાપ છોડી હતી. તેમણે RRR, ‘પનીશરઃ વોર જાન’, ‘ધ થિયરી ઓફ ફ્લાઈટ’, ‘કિંગ આર્થર’માં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તેની સાથે તે ‘ધ વોકિંગ ડેડ’, ‘સ્ટાર વોર્સ’, ‘વાઇકિંગ્સ’, ‘બ્લેક સેલ્સ’, ‘ડેક્સ્ટર’ જેવા એનિમેટેડ શો માટે પણ જાણીતા બન્યા હતા.

આ પણ વાંચો: રામ ચરણે જમ્મુમાં G-20 સમિટમાં ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીત પર કર્યો ડાન્સ, જુઓ આ વીડિયો

Back to top button