ટ્રેન્ડિંગમનોરંજન

RRR અભિનેતા રામ ચરણને મળશે મોટું સન્માન, વેલ્સ યુનિવર્સિટી આપશે ડોક્ટરેટની ઉપાધિ

Text To Speech
  • હવે રામચરણે એકેડેમી એવોર્ડ્સમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. RRR અભિનેતા રામ ચરણને યુનિવર્સિટી ઓફ વેલ્સ દ્વારા સન્માનિત કરવામાં આવશે અને સુપરસ્ટારને યુનિવર્સિટીની માનદ ડોક્ટરેટ ડિગ્રી આપવામાં આવશે.

12 એપ્રિલ, ચેન્નઈઃ સાઉથના સુપરસ્ટાર અને જાણીતા એક્ટર રામ ચરણ ધમાકેદાર ફિલ્મો આપવા માટે જાણીતો છે. ગયા વર્ષે અભિનેતાની હિટ ફિલ્મ ‘RRR’ને કારણે, તેને ગ્લોબલ સ્ટારનો ટેગ મળ્યો હતો. હવે રામચરણે એકેડેમી એવોર્ડ્સમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. RRR અભિનેતા રામ ચરણને યુનિવર્સિટી ઓફ વેલ્સ દ્વારા સન્માનિત કરવામાં આવશે અને સુપરસ્ટારને યુનિવર્સિટીની માનદ ડોક્ટરેટ ડિગ્રી આપવામાં આવશે.

રામ ચરણને મળશે મોટું સન્માન

અભિનેતાએ પહેલા જ ગ્લોબલ સ્ટારનો દરજ્જો મેળવી લીધો છે. સાઉથ સુપરસ્ટારને હવે 13 એપ્રિલે ચેન્નાઈની વેલ્સ યુનિવર્સિટીમાં યોજાનાર દીક્ષાંત સમારોહમાં માનદ પદવીથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માન પ્રાપ્ત કર્યા પછી, દક્ષિણના સુપરસ્ટાર રામ ચરણ પણ ઈન્ટરનેશનલ આઈકોન બની જશે. રામ ચરણ આ યુનિવર્સિટીના આગામી પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. જો કે ગયા વર્ષે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા.

અભિનેતાની આગામી ફિલ્મો

હાલમાં રામચરણ તેના આગામી પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે . અભિનેતા પાસે હાલમાં ‘ગેમ ચેન્જર’, ‘RC 16’ અને ‘RC 17’ ફિલ્મો છે. જેમાં તે IAS ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે અને આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી જોવા મળશે. તાજેતરમાં જ અભિનેતાના જન્મદિવસ પર ફિલ્મનું પહેલું ગીત પણ રીલીઝ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ‘મૂડ નથી તો ન આવો ઓફિસ’, આ કંપની કર્મચારીઓને આપે છે Unhappy leave

Back to top button