IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

RR vs MI: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

જયપુર, 22 એપ્રિલ: IPL 2024ની 38મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમો સામ સામે છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન(w/c), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન: ઈશાન કિશન (W), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (C), ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ

IPL 2024માં શું છે સ્થિતિ?

IPL 2024ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સની જો વાત કરીએ તો આ ટીમે અત્યાર સુધી 7 મેચ રમી છે. જેમાંથી 6 મેચમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમની વાત કરવામાં આવે તો મુંબઈની ટીમે આ સિઝનમાં 7 મેચ રમી છે. જેમાંથી 3 મેચમાં ટીમે જીત મેળવી છે. જ્યારે ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલ તે પોઈન્ટ ટેબલ પર સાતમા સ્થાને છે.

પિચ રિપોર્ટ

જયપુરની સવાી માનસિંહ સ્ટેડિયમની જો વાત કરીએ તો આ સ્ટેડિયમની પિચ બેસ્ટમેનો માટે અનુકુળ માનવામાં આવે છે. આ પિચ પર હજી સુધી 200નો સ્કોર નથી થયો પરંતુ સૌથી ઓછો સ્કોર 173 જ રહ્યો છે. એટલે અહીંની પિચમાં આજે રનનો વરસાદ થાય તો નક્કી નહીં. આ પિચ પર 197નો લક્ષ્યાંક પણ હાંસલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આજે અહીં 200 સુધી રન થાય તો કોઈ નવાઈ નહીં.

આ પણ વાંચો: 17 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડી.ગુકેશે કેન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતીને રચ્યો ઈતિહાસ

Back to top button