ધોનીના વળતાં પાણી: 9માં નંબરેથી 7માં નંબરે આવ્યા છતાં મેચ જીતાડી શક્યા નહીં, માહીનો ચાર્મ ફિક્કો પડ્યો


નવી દિલ્હી, 31 માર્ચ 2025: એક સમયે દુનિયાના બેસ્ટ ફિનિશર રહેલા મહેન્દ્ર સિંહ ધોની ગત રાતે આઈપીએલ 2025માં પોતાની ટીમને જીતાડી શક્યા નહીં. પાછલી મેચમાં નવમા નંબરે આવ્યા બાદ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 30 માર્ચે થયેલી મેચમાં જ્યારે તે ક્રિઝ પર પહોંચ્યા તો ચેન્નઈને 12 બોલમાં 39 રનની જરુર હતી, જ્યારે છેલ્લી ઓવરમાં 20 રનની જરુર હતી, પણ માહી મૈજિક ચાલી શક્યો નહીં. સીએસકે ટાર્ગેટથી છ રન દૂર રહી ગઈ.
મહેન્દ્ર સિંહ ધોનીએ 11 બોલમાં 16 રન જરુર બનાવ્યા, પણ આખું વર્ષ ક્રિકેટથી દૂર રહેવાની અસર તેના બેટીંગ પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે 19મી ઓવરમાં તુષાર દેશપાંડેને ચોંગ્ગો અને છગ્ગો લગાવ્યો, પણ છેલ્લી ઓવરમાં સંદીપ શર્માના બોલ પર વિકેટ ખોઈ દીધી.
20મી ઓવરની શરુઆત સંદીપ શર્માએ વાઈડ સાથે કરી. છેલ્લી ઓવરમાં તેણે જીત માટે 20 રન બચાવવાના હતા. ધોની સ્ટ્રાઈક પર હતો. સંદીપે પહેલો બોલ વાઈડ ફેંક્યો. સંદીપે ફરી એક વાર સાબિત કરી દીધું કે તે ડેથ ઓવર્સના માસ્ટર બોલર છે. બીજા બોલ પર માહીની વિકેટ લીધી. શિમરોન હેટમાયેરે બાઉન્ડ્રી પાસે આગળ તરફ ડાઈવ લગાવીને તેનો કેચ પકડી લીધો.
વર્ષ 2023માં પણ આવી જ રીતે બંને ટીમની ટક્કરમાં સંદીપે ધોની સામે 20 રન ડિફેન્ડ કર્યા હતા. ચેપોક બાદ ગુવાહટીમાં પણ એજ કહાની ફરી રિપીટ થઈ. આગામી પાંચ બોલમાં સીએકેને 12 રન બનાવ્યા અને સીઝનમાં પોતાની બીજી મેચ પણ ખોઈ દીધી.બીજી તરફ રાજસ્થાને સતત બે હાર બાદ ટૂર્નામેન્ટમાં પહેલી જીત નોંધાવી.
રાજસ્થાન માટે જીતનો હીરો નીતીશ રાણા રહ્યો, જેણે 36 બોલમાં 81 રન ફટકાર્યા. બાદમાં લેગ સ્પિર વાનિંદુ હસરંગાએ ચાર વિકેટ લઈને રાજસ્થાન રોયલ્સની સ્થિતિ મજબૂત કરી દીધી.
આ પણ વાંચો: દેશભરમાં આગામી ખરીફ સિઝનથી ડિજીટલ ક્રોપ સર્વેના પ્રારંભની શક્યતા