ટ્રેન્ડિંગબિઝનેસ

RR Kabelનો IPO ખુલ્યો, ગ્રે-માર્કેટમાં મચાવી રહ્યો છે ધૂમ

જો તમે ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ઇલેક્ટ્રિક કેબલ મેન્યુફેક્ચરિંગ દિગ્ગજ RR કેબલનો IPO આજથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે અને ખુલતા પહેલા જ તે ગ્રે-માર્કેટમાં મોટા પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો છે. રોકાણકારો 15 સપ્ટેમ્બર 2023 સુધી આ IPOમાં નાણાંનું રોકાણ કરી શકશે. ચાલો જાણીએ તેની પ્રાઇસ બેન્ડ, લોટ સાઈઝ અને અન્ય માહિતી વિગતવાર…

રોકાણકારો પાસેથી રૂ. 585 કરોડ એકત્ર

RR Kabel તેના આઇપીઓ દ્વારા બજારમાંથી રૂ. 1964 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે. આના માટે પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો તેની કિંમત 938-1035 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સામાન્ય રોકાણકારો માટે ખુલતા પહેલા જ કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી નોંધપાત્ર રોકાણ મેળવ્યું છે. વાસ્તવમાં, આ IPO મંગળવારે એન્કર રોકાણકારો માટે ખોલવામાં આવ્યો હતો અને કંપનીએ તેનાથી 585.62 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

એન્કર રોકાણકારોમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, HSBC ગ્લોબલ, અશોક વ્હાઇટઓક ICAV, કાર્મિગ્નાક પોર્ટફોલિયો, TIMF હોલ્ડિંગ્સ, 3P ઇન્ડિયા ઇક્વિટી ફંડ, ઇલારા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને મોર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપોર) જેવા અગ્રણી રોકાણકારોનો સમાવેશ થાય છે.

IPOના એક લોટ ખરીદવા કેટલું કરવું પડશે રોકાણ?

RR Kabel ભારતીય ગ્રાહક વિદ્યુત ઉદ્યોગમાં એક મોટી કંપની છે અને ભારતમાં 20 વર્ષથી ઈલેક્ટ્રિક વાયર, કેબલ્સ અને ફાસ્ટ મૂવિંગ ઈલેક્ટ્રિકલ ગુડ્સનો બિઝનેસ કરે છે. 938-1035ની પ્રાઇસ બેન્ડ સાથેના આ IPOમાં રોકાણ કરવા માટે રોકાણકારો એક લોટમાં 14 શેર માટે બિડ કરી શકે છે. એટલે કે એક લોટ ખરીદવા માટે રોકાણકારે 14,490 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

ગ્રે-માર્કેટમાં શેરએ મચાવી ધુમ

આઈપીઓ લોન્ચ થયા પહેલા જ ગ્રે-માર્કેટમાં આરઆર કેબલનો શેર ધૂમ મચાવતો જોવા મળ્યો હતો. મંગળવારે જ્યારે તે રૂ. 218ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો, તો બુધવારે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ હજુ પણ ગ્રે-માર્કેટમાં તે રૂ. 150ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આ જોતાં શેરબજારમાં તેનું મજબૂત લિસ્ટિંગ થવાની આશા રાખવામાં આવી રહી છે.

26 સપ્ટેમ્બરે થઈ શકે છે લિસ્ટિંગ

RR કેબલ IPO 15 સપ્ટેમ્બર સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે અને ફાળવણી પ્રક્રિયાની તારીખ 21 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ડીમેટ ખાતામાંના શેર 25 સપ્ટેમ્બરના રોજ જમા કરવામાં આવશે અને BSE-NSE પર કંપનીના શેરના લિસ્ટિંગની અંદાજિત તારીખ 26 સપ્ટેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે.

નોંધ- શેર માર્કેટમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ ચોક્કસથી લો.

આ પણ વાંચો: ડીઝલ કાર થશે મોંઘી? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી આ મોટી જાહેરાત

Back to top button