IPL 2023: રાજસ્થાન રોયલ્સ-લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર, જાણો-પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IPLમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થશે. રાજસ્થાન રોયલ્સની ટીમે જીતની હેટ્રિક લગાવી છે. બીજી તરફ, લખનઉની ટીમ આ મેચ દ્વારા કમબેક કરવા માંગશે. કેએલ રાહુલની ટીમ છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારી ગઈ હતી. ચાલો તમને આ મેચ માટે સંભવિત પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને બંને ટીમોની મેચ પ્રિડિક્શન વિશે વાત કરીએ.
રાજસ્થાન રોયલ્સનું જોરદાર પ્રદર્શન
IPL 2023માં રાજસ્થાન રોયલ્સ ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. કેએલ રાહુલના નેતૃત્વમાં ટીમ અત્યાર સુધી પાંચ મેચ રમી છે જેમાંથી ચારમાં જીત અને એકમાં હાર થઈ છે. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ટીમ 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પણ આ સિઝનમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે. કેએલ રાહુલની ટીમે 5 મેચ રમી છે જેમાં 3માં જીત અને 2માં હાર થઈ છે. 6 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.
પિચ રિપોર્ટ
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે. T20 મેચો અહીં હાઈ સ્કોરિંગ હોય છે. જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ પિચ સ્પિનરો માટે અનુકૂળ બનતી જાય છે. બંને ટીમો અહીં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા માંગશે. કારણકે અહીં છેલ્લી કેટલીક મેચોમાં ટીમોએ ટાર્ગેટનો પીછો કરીને જીત મેળવી છે.
રાજસ્થાન રોયલ્સના સંભવિત પ્લેઈંગ 11
સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા.
લખનઉ સુપર જાયન્ટ્સના સંભવિત પ્લેઈંગ 11
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, માર્ક વુડ, યુદ્ધવીર સિંહ ચરક.
મેચની પ્રિડિક્શન
રાજસ્થાન અને લખનઉ વચ્ચે આ મેચમાં જોરદાર ટક્કર થશે. રાજસ્થાન રોયલ્સની ટીમે જીતની હેટ્રિક લગાવી છે. સંજુ સેમસનની ટીમ માટે એક મોટો ફાયદો એ છે કે તેની ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. આવી સ્થિતિમાં ટીમને પોતાના મેદાન પર રમવાનો ફાયદો મળશે. સતત ત્રણ મેચ જીત્યા બાદ રાજસ્થાનનો ઉત્સાહ ઊંચો છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સની જીતની શક્યતાઓ વધારે છે.