ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાયપુરમાં સારનાથ એક્સપ્રેસમાં ફાઈરિંગ થતાં એક RPF જવાનનું થયું મૃત્યુ

Text To Speech

રાયપુર, 10 ફેબ્રુઆરી : છત્તીસગઢના રાયપુરમાં સારનાથ એક્સપ્રેસમાં અચાનક ફાઈરિંગના કારણે ગોળી લાગવાથી એક RPF જવાનનું મૃત્યુ થયું છે. આ ઘટના સવારે લગભગ 6 વાગ્યે રાયપુર રેલવે સ્ટેશન પાસે બની હતી. કોન્સ્ટેબલનું નામ દિનેશ ચંદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટ્રેનમાં સવાર એક મુસાફર મોહમ્મદ દાનિશને પણ ગોળી લાગી હતી. દાનિશની રાયપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ અંગે વધુમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, રાયપુર સ્ટેશન પ્લેટફોર્મ નંબર 01 પર સવારે લગભગ 6 વાગ્યે, કોચ નંબર S/02 પરથી નીચે ઉતરતી વખતે RPF ફોર્સના સભ્ય કોન્સ્ટેબલ દિનેશ ચંદની બંદૂકમાંથી આકસ્મિક રીતે ગોળી ચાલી હતી, જેના કારણે દિનેશ ચંદને છાતી પર ગોળી વાગી હતી. તેમજ, નવરોઝાબાદનો રહેવાસી મોહમ્મદ દાનિશ ઉપરની બર્થમાં સૂતો હતો અને તેના પિતા બાજુ પર સૂતા હતા. ગોળીના અવાજથી બંને જાગી ગયા અને જોયું તો મોહમ્મદ દાનિશને પણ પેટમાં ગોળી વાગી હતી. આરપીએફ જવાન તથા મોહમ્મદ દાનિશ બંનેને રામકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જવાન દિનેશ ચંદ્રનું રામ કૃષ્ણ કેર હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. દાનિશની હાલત સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે.

ગયા વર્ષે, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) કોન્સ્ટેબલ ચેતન સિંહે મહારાષ્ટ્રમાં ચાલતી ટ્રેનમાં તેના વરિષ્ઠ સાથીદાર અને ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરી હતી. મુસાફરોએ મીરા રોડ સ્ટેશન (મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર) પાસે તેની સાંકળ ખેંચીને ટ્રેનને રોકી હતી, ત્યારબાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા ચેતન સિંહને પકડવામાં આવ્યો હતો અને તેનું હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : પુણેમાં પત્રકાર નિખિલ વાગલેની કાર પર હુમલો, વિપક્ષે ભાજપ પર સાધ્યું નિશાન

Back to top button