Royal Enfieldનું Guerrilla 450 બાઇક લોન્ચ: જાણો તેના અદ્ભુત ફીચર્સ અને કિંમત
- કંપનીએ આ બાઇકને એનાલોગ, ડૅશ અને ફ્લેશ એમ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યું છે
HD ન્યૂઝ ડેસ્ક, 12 જુલાઇ: Royal Enfieldએ ભારતમાં આજે બુધવારે તેની નવી બાઇક Royal Enfield Guerrilla 450 લોન્ચ કરી છે. કંપનીએ આ પ્રીમિયમ રોડસ્ટરને શેરપા 450 પ્લેટફોર્મ પર બનાવ્યું છે. રોયલ એનફિલ્ડે આ બાઇકને રૂ. 2,39,000 (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે રજૂ કરી છે. આ બાઇક એનાલોગ, ડૅશ અને ફ્લેશ એમ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. લોન્ચની સાથે કંપનીએ બાઇક એસેસરીઝ પણ રજૂ કરી છે. તેમાં એન્જિન ગાર્ડ, અર્બન સીટ્સ અને નવા ક્રોસરોડર રાઇડિંગ જેકેટ કવરનો સમાવેશ થાય છે. કંપનીએ આ બાઇકને શહેરની સવારી અને લાંબી સફર બંને માટે યોગ્ય ગણાવી છે. કંપનીએ તેના હેન્ડલિંગ અને પરફોર્મન્સ પર વિશેષ ધ્યાન આપ્યું છે. બાઇકનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટેસ્ટ રાઇડ્સ અને છૂટક વેચાણ 1 ઓગસ્ટ, 2024 થી શરૂ થશે.
GRR
The Guerrilla 450 marks a return to what roadsters were always meant to be: kinetic, intuitive and eager to play right across the power band.#Grr #Guerrilla450 #RoyalEnfield #AllRoadster
Watch here: https://t.co/iNFEaRPeEC
— Royal Enfield (@royalenfield) July 17, 2024
બાઇકનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમે છ કલરમાં Guerrilla 450 બાઇક ખરીદી શકો છો. આ બાઇકમાં 452cc એન્જિન છે જે 40PS અને 40Nm ટોર્ક જનરેટ કરે છે.
દરેક વેરિઅન્ટની કિંમત જાણો
1. એનાલોગ વેરિઅન્ટ:
સ્મોક સિલ્વરઃ રૂ 2,39,000 (એક્સ-શોરૂમ)
પ્લેયા બ્લેકઃ રૂ 2,39,000 (એક્સ-શોરૂમ)
2. ડૅશ વેરિઅન્ટ:
પ્લેયા બ્લેકઃ રૂ 2,49,000 (એક્સ-શોરૂમ)
ગોલ્ડ ડીપ: રૂ 2,49,000 (એક્સ-શોરૂમ)
3. ફ્લેશ વેરિઅન્ટ:
યલો રિબનઃ રૂ 2,54,000 (એક્સ-શોરૂમ)
બ્રાવા બ્લુઃ રૂ 2,54,000 (એક્સ-શોરૂમ)
બાઇક એન્જિન અને રંગ
Guerrilla 450 બાઇકમાં 452cc એન્જિન છે જે 40PS અને 40Nm ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં વિવિધ રાઇડિંગ કંડીશન માટે ડાયનેમિક ચેસીસ વિકલ્પો અને બહુવિધ રાઇડિંગ મોડ્સ છે. ગેરિલા 450 છ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. મળતી માહિતી અનુસાર, બાઇકના આગળના અને પાછળના ટાયર 17-ઇંચના છે, જેની પ્રોફાઇલ અનુક્રમે 120/70 અને 160/60 છે. ગ્રાઉન્ડ ક્લિયરન્સ 169 mm છે, જ્યારે વજન 191 કિલો છે. Guerrilla 450માં 11-લિટરની ફ્યુઅલ ટેન્ક છે.
ફીચર્સ પણ સારા
બાઇકના ટોપ-એન્ડ વેરિઅન્ટમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, ગૂગલ મેપ્સ ઇન્ટિગ્રેશન અને મીડિયા કંટ્રોલ સાથે 4-ઇંચની TFT ડિસ્પ્લે છે. લોઅર-સ્પેક Guerrilla 450 સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સાથે આવે છે, જેનો ઉપયોગ ટ્રિપર્સ નેવિગેશન પોડ સાથે કરી શકે છે. રોડસ્ટરમાં USB-C ચાર્જિંગ પોર્ટ અને રાઇડિંગ મોડ પણ છે.
આ પણ જૂઓ: વિશ્વની સૌથી શક્તિશાળી સિંગલ-સિલિન્ડર બાઇક Ducati Hypermotard ભારતમાં લોન્ચ!