અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શનનો રૂટ જાહેર, ક્યાં-ક્યાં યોજાશે શ્રદ્ધાંજલિ સભા?

ગાંધીનગર 15 જૂન 2025: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ હવે તેમના અંતિમ દર્શન તથા અંતિમયાત્રાનું સંપૂર્ણ આયોજન રાજ્ય સરકારે અને પરિવારજનોએ સાથે મળીને જાહેર કર્યું છે. તેમણે પોતાના લાંબા રાજકીય કારકિર્દીમાં જે લોકપ્રિયતા મેળવી હતી, તેને ધ્યાનમાં રાખી તેમના અંતિમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

16 જૂન, સોમવાર – અંતિમ વિદાયનો દિવસ

  • સવાર 11:00 વાગે વિજયભાઈ રૂપાણીના પાર્થેવ દેહને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાશે.
  • સાંજ 11:30 વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દેહનો સ્વીકાર કરાશે.
  • ત્યારબાદ 12:30 વાગ્યે દેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવાશે અને ત્યાંથી એર લિફ્ટ દ્વારા રાજકોટ લઈ જવાશે.
  • બપોરે 2:00 વાગ્યે પાર્થેવ દેહ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે.

રાજકોટ શહેરમાં જાહેર રૂટ:

  • એરપોર્ટથી વિજયભાઈના નિવાસસ્થાન સુધી પાર્થેવ દેહને ખાસ રૂટ પરથી લઈ જવાશે.
  • રૂટમાં ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ આશ્રમ, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, કેસરીહિંદ પુલ જેવા મુખ્ય રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • સાંજે 4:00 થી 5:00 દરમિયાન રાજકોટ સ્થિત નિવાસસ્થાન (પૂજિત, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે) ખાતે પાર્થેવ દેહના જાહેર દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સાંજે 5:00 વાગ્યાથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે.
  • યાત્રા દરમિયાન નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, રાજશ્રી ટોકીઝ રોડ અને સ્વામિનારાયણ મંદિર જેવા માર્ગો પાસેથી અંતિમયાત્રા પસાર થશે.

17 જૂન, મંગળવાર – શ્રદ્ધાંજલિ સભા (રાજકોટ)

  • સ્થળ: રેસકોર્સ મેદાન
  • સમય: સાંજે 3:00 થી 6:00
    વિજયભાઈ રૂપાણીના ચાહકો, રાજકીય આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહેશે.

19 જૂન, ગુરુવાર – શ્રદ્ધાંજલિ સભા (ગાંધીનગર)

  • સ્થળ: હૉલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ
  • સમય: સવારે 9:00 થી 12:00

રાજ્ય સરકાર તરફથી સમગ્ર કાર્યક્રમ માટે પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક કન્ટ્રોલ અને સંચાલન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં સામાન્ય જનતા અને રાજકીય આગેવાનો એકઠા થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ મૃતકોના કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ કરાયા

Back to top button