રોટરી ક્લબ ડીસા ડિવાઇનને એક નહીં છ એવોર્ડ મળ્યા
પાલનપુર, થોડા દિવસ પહેલા રોટરી ઈન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ 3054નો “ડીસ્ટ્રીકટ એવોર્ડ સમારોહ” યોજાયો હતો. જેમાં અનેક સેવાકીય કામો અગ્રેસર રહેલી રોટરી ક્લબ ડીસા ડીવાઈનએ આ વર્ષે એક નહીં પરંતુ છ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. ક્લબના પ્રમુખએ જણાવ્યું હતું કે, રોટરી ડીવાઈન કોઈ એવોર્ડની મોહતાજ નથી. બસ બધા જ સભ્ય બહેનોએ સેવાકીય કાર્યોનો પર્યાય એટલે “ડીવાઈન રોટરી” તેવું બીડુ ઝડપ્યુ છે. જેની સવિશેષ નોંધ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કક્ષાએ લેવાઇ હતી. અને પુરસ્કારની વણઝાર વરસી હતી.
જેમાં ક્લબના પ્રમુખ ડો.રીટાબેન પટેલને આઉટ સ્ટેન્ડિંગ પ્રેસિડેન્ટ,એવોર્ડ તથા આઉટ સ્ટેન્ડિગ સેક્રેટરી એવોર્ડ હિનલબેન અગ્રવાલને મળ્યો હતો. સાથે સાથે આઉટ સ્ટેન્ડિંગ કલબ એવોર્ડ પણ ડીવાઈન રોટરી ક્લબને મળેલ છે. બેસ્ટ એટેન્ડન્સ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. જેમાં બધાની હાજરીની નોંધ લેવાયેલી બાળકો માટેના ઘણાબધા પ્રોજેક્ટ કરવા બદલ બેસ્ટ ચાઈલ્ડ ડેવલપમેન્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા એવોર્ડ મેળવવા બદલ પ્રમુખએ ક્લબના દરેક મેમ્બરને અભિનંદન પાઠવ્યા હતા.