ટ્રેન્ડિંગનેશનલ

18 વર્ષ પહેલા કર્યા હતા અંતિમ સંસ્કાર, દીકરો પાછો આવ્યો તો વૃદ્ધ માતાપિતા રડી પડ્યા

સારણ (છપરા): બિહારના એક યુવાનની કહાની, જે 18 વર્ષ પછી ઘરે પાછો ફર્યો. દીકરાને જોતા જ માતા-પિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.

શું છે આખો મામલો?

આ ઘટના મુઝફ્ફરપુર જિલ્લાના ગાયઘાટ બ્લોક હેઠળના લક્ષ્મણ નગરમાં બની હતી. વિશ્વનાથ શાહ અને રામપુરી દેવીનો પુત્ર રોશન તેની મેટ્રિકની પરીક્ષા દરમિયાન ખરાબ સંગતમાં પડ્યો અને તેના મિત્રો સાથે દિલ્હી ભાગી ગયો હતો, જ્યાં તે રસ્તામાં જ દોસ્તોથી પણ છુટો પડી ગયો હતો.

અંતિમ સંસ્કાર કરી દીધા

પરિવારે રોશનને શોધવામાં કોઈ કસર છોડી નહીં. તેના પિતા સરકારી નોકરીમાં હતા, તેથી તેઓએ દરેક સંભવ પ્રયાસો કર્યા, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. અંતે, પરિવારે, રોશન મૃત્યુ પામ્યો હોવાનું માની લીધુ અને હિન્દુ વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરી દીધા.

વહીવટીતંત્રે સારવારની વ્યવસ્થા કરી

જોકે, ઉપરવાળાને કંઈક ઓર જ મંજુર હતુ. રોશન છપરામાં આમ-તેમ ભટકતો રહ્યો અને માનસિક રીતે વિકલાંગ બની ગયો. જ્યારે સેવા કુટીર સાથે સંકળાયેલા લોકોએ તેને જોયો, ત્યારે તેમણે તેને પોતાની સંભાળમાં લીધો. તેની સારવાર ભોજપુરની માનસિક હોસ્પિટલમાં કરાવી.

18 વર્ષ પછી દીકરો પાછો આવ્યો

સારવાર પછી, રોશનનું કાઉન્સેલિંગ થયું, જ્યાં તેણે તેના ઘર અને માતાપિતા વિશે માહિતી આપી. આ પછી, સેવા કુટીર જિલ્લા વહીવટીતંત્ર (સારણ) ના અધિકારીઓ અને કર્મચારીઓએ માનવતાવાદી અભિગમ અપનાવીને શક્ય તેટલા બધા પ્રયાસો શરૂ કર્યા. વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરવામાં આવી. આ પ્રક્રિયા લાંબી ચાલી, પરંતુ અધિકારીઓએ ક્યારેય આશા છોડી ન હતી. અંતે, રોશનનો પરિવાર શોધી કાઢવામાં આવ્યો, અને વર્ષોથી અલગ રહેતો પરિવાર ફરીથી મળી આવ્યો.

પોતાના દીકરાને જીવતો જોઈ રોશનના માતા-પિતા ખૂબ જ ભાવુક થઈ ગયા. તેમણે સારણ જિલ્લા વહીવટી સેવા કેન્દ્રનો આભાર માન્યો. સ્થાનિક લોકોએ અધિકારીઓ અને કર્મચારીઓના આ પગલાની ખૂબ પ્રશંસા કરી, અને કહ્યું કે તેમના પ્રયત્નોને કારણે, તેઓએ વર્ષોથી ખોવાયેલા તેમના પુત્રને ફરીથી મેળવ્યો છે.

“સામાજિક ન્યાય અને પુનર્વસન તરફ એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, સેવા કુટીર સારણના રહેવાસી રોશન કુમાર નામના લાભાર્થીનું લગભગ 18 વર્ષ પછી તેના પરિવાર સાથે સફળતાપૂર્વક પુનઃમિલન થયું. સેવા કુટીર સારણ નિરાધાર અને ભિક્ષાવૃત્તિમાં સામેલ વ્યક્તિઓના પુનર્વસન, રક્ષણ અને પુનઃમિલન માટે સતત કાર્ય કરે છે, જેથી તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં એકીકૃત થઈ શકે.”

આ પણ વાંચો: દેશની નંબર-1 સ્વચ્છ સિટી ઇન્દોરના 59 સ્થળોએ પાણી પીવાલાયક જ નથી, PCB રિપોર્ટમાં મોટો ખુલાસો

Back to top button