ગુજરાતમધ્ય ગુજરાત

ભારે પવનના કારણે પાવાગઢ પર્વત પર રોપ-વે સેવા બંધ

Text To Speech

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અનેક જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ વરસતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. પવનની ગતી વધુ હોવાના કારણે ગુજરાતીઓને ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડાના પગલે ઉઠેલી ધૂળની ડમરીઓના પગલે સમગ્ર પાવાગઢ શહેર ધૂળની ડમરીઓથી ઢંકાઇ ગયું હતું. તો બીજી તરફ ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે ઠેર-ઠેર વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા. ત્યારે હવે પાવાગઢ પર્વત પર રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. ભારે પવન ફુંકાંતા હાલ રોપ-વે સેવા તંત્ર દ્વારા બંધ કરાઈ છે.

પાવાગઢ કોપ-વે-humdekhengenews

 પાવાગઢમાં  રોપ-વે સેવા બંધ

પાવાગઢમાં બે દિવસથી તેજ પવનને કારણે સંચાલકોએ પ્રવાસીઓની સુરક્ષા માટે આજે રોપ વે બંધ રાખ્યું છે. આજે સેવા બંધ હોવાને કારણે રોપવે માટે લાઈનમાં ઉભા ન રહેવા સંચાલકોએ સૂચન આપ્યું છે. ગઈકાલે પવનના કારણે રોપ વે કેટલાક સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે આવી સ્થિતિ નિર્માણ થતાં યાત્રીકો હેરાન થયા હતા. જેને કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જો કે, રોપ-વે સેવા બંધ થતા દર્શનાર્થીઓને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ  પણ વાંચો : અમદાવાદ : 6 વર્ષીય બાળક અને 63 વર્ષીય વડીલની જોડીએ કરી કમાલ !

Back to top button