ગુજરાતટોપ ન્યૂઝ

જો તમે પણ આ તારીખ દરમિયાન અંબાજી દર્શનાર્થે જવાના હોય તો આટલું ખાસ વાંચો

Text To Speech
  • અંબાજીમાં 4 દિવસ રોપ-વે સુવિધા રહેશે બંધ
  • મેઈન્ટેનન્સની કામગીરીને લઈને લેવાયો નિર્ણય
  • 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે.અંબાજીમાં માતાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ યાત્રાળુઓ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે.ગબ્બર પર્વત પર માઇભક્તો માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા માટે રોપવેની સુવિધાનો ઉપયોગ કરતા હોય છે.જેના કારણે રોપ વેમાં યાત્રિકોનો મોટી સંખ્યામા ધસારો રહેતો હોય છે.જેથી રોપ વેના મેન્ટેનન્સ અને રખ રખાવની કામગીરી માટે રોપ વે સુવિધા ટૂંક સમય માટે બંધ કરવામાં આવતી હોય છે.જેથી આવનાર 4 દિવસ સુધી રોપ વેની મેન્ટેનન્સની કામગીરીને લઈ ઉષા બ્રેકો દ્વારા રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : નબીરા તથ્ય પટેલની વધુ એક કરતૂતનો પર્દાફાશ,સ્કૂલમાંથી પણ કરાઈ હતી હકાલપટ્ટી

અંબાજીમાં અખાત્રીજથી અષાઢી એકમ સુધી થતી બપોરની આરતીનું આ પણ છે રહસ્ય! hum dekhenge news

રોપ વે સુવિધા યાત્રાળુઓ માટે બંધ
પ્રાપ્ત વિગતો અનુસાર,અંબાજીના ગબ્બર પર્વત પર 4 દિવસ સુધી રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય ઉષા બ્રેકર્સ દ્વારા લેવામાં આવ્યો છે. રોપ-વેની મેઈન્ટેનેન્સની કામગીરીને લઈને 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે. આ દરમિયાન દર્શનથીઓ પગથિયા ચઢીને ગબ્બર ગોખના દર્શન કરી શકશે છે.મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ 6 ઓગસ્ટથી રોપ વે સુવિધા યાત્રાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. 6 ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ થશે. આ દરમિયાન દર્શનથીઓ પગથિયા ચઢીને ગબ્બર ગોખના દર્શન કરી શકશે છે.મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ 6 ઓગસ્ટથી રોપ વે સુવિધા યાત્રાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.આ સમય દરમિયાન યાત્રાળુઓ પગથિયા ચડીને માતાજીની અખંડ જ્યોતના દર્શન કરી શકશે.

અગાઉ પણ બંધ કરાઈ હતી રોપ-વે સેવા
મહત્વનું છે કે,આ વર્ષે જ મેઈન્ટેનન્સની કામગીરીને લઈને તારીખ 9 જાન્યુઆરી 2023થી લઇને 13 જાન્યુઆરી 2023 સુધી રોપ-વે સુવિધા બંધ કરાઈ હતી. જે બાદ 14મી જાન્યુઆરીથી રોપ-વે સર્વિસ રાબેતા મુજબ શરૂ કરાઈ હતી.

આ પણ વાંચો : તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો, સિંધુભવન અકસ્માત કેસમાં થશે ધરપકડ

Back to top button