

ગુજરાત અને દેશના ખુણે ખુણેથી અંબાજી દર્શનાર્થે આવતા માઇ ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મેન્ટેનન્સની કામગીરીને પગલે રોપ વેને ચાર દિવસ બંધ રાખવાની ફરજ પડી છે.
અંબાજી ખાતે રોપ વે સેવા બંધ
ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શને વર્ષ દરમિયાન લાખો યાત્રિકો માના ચરણે શીશ નમાવવા આવે છે. ત્યારે અંબાજી ધામમાં આવેલા માતાજીના મૂળ સ્થાન એવા ગબ્બર પર્વત ખાતે માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં યાત્રિકો જતા હોય છે. જ્યાં આવેલ રોપ-વે દ્વારા અંબાજી ગબ્બર ઉપર જવાય છે. પરંતુ આગામી ભાદરવી પૂનમના મેળાને લઈને યાત્રિકોનો મોટા પ્રમાણમાં ઘસારો રહેતો હોય છે. જેને લઈને ભાદરવી પૂનમના મેળા પૂર્વે રોપ-વેના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના માટે ચાર દિવસ રોપવે બંધ રહેશે.એટલે કે, આગામી તા. 25 થી 28 જુલાઈ સુધી રોપ વે બંધ રહેશે. ત્યારબાદ તા. 29 તારીખ થી રોપ-વે રાબેતા મુજબ ચાલુ થઈ જશે.