ગુજરાતટોપ ન્યૂઝધર્મ

યાત્રાધામ અંબાજીમાં રોપ-વે સેવા 11મીથી બંધ, 17મીએ થશે શરૂ

Text To Speech

અંબાજી, 7 માર્ચ : યાત્રાધામ અંબાજી મંદિરમાં શકિતદ્રારે દર્શન કરી ભકતો ગબ્બર પર દર્શન કરવા જતા હોય છે તો અમુક ભકતો ઉંમરના કારણે તો અમુક ભકતો શારિરીક તકલીફના કારણે ગઢ પર જતા નથી હોતા ત્યારે અંબાજી મંદીર દ્રારા ગબ્બર પર જતા લોકો માટે રોપ-વેની સેવા શરૂ કરી છે. જો કે આ રોપ-વે 6 દિવસ વાર્ષિક મેઈન્ટેનન્સ સર્વિસના કારણે બંધ રહેશે,રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે, જેથી જે ભક્તોને ઉપર દર્શન જવુ હોય તેઓને પગપાળા જવુ પડશે.

ભક્તોને કેટલા પગથિયા ચડવા પડશે ?

મળતી માહિતી મુજબ, અંબાજી ગબ્બર રોપવે બંધ હોવા છતાં પગપાળા દર્શન ચાલુ રહેશે, જેથી જે ભક્તોને દર્શન કરવા હોય તેઓ પગપાળા ગબ્બર ઉપર જઈ શકે છે. ગબ્બર પર ચાલતા જવાના 999 પગથિયા છે અને ઉતરવાના 765 પગથિયા છે. ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે. રોપવે ભલે બંધ રહેશે, પણ ગબ્બરનાં તમામ દર્શન ખુલ્લા રહેશે. વર્ષમાં વાર્ષિક અને અર્ધ વાર્ષિક સમય પ્રમાણે યાત્રિકોની સલામતી માટે રોપ વેની મરામત થતી હોય છે.

દરરોજ દર્શન કરવા આવે છે હજારો માઈભક્તો

અંબાજી મંદિર ખાતે જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. ભક્તો અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે જતા હોય છે. સુપ્રસિદ્ધ અંબાજી ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વેની સેવા ઉપલબ્ધ કરાઈ છે.

અગાઉ પણ બંધ કરાઈ હતી રોપ-વે સેવા

આ વર્ષે જ મેઈન્ટેનન્સની કામગીરીને લઈને તારીખ 9 જાન્યુઆરી 2023થી લઇને 13 જાન્યુઆરી 2023 સુધી રોપ-વે સુવિધા બંધ કરાઈ હતી. જે બાદ 14મી જાન્યુઆરીથી રોપ-વે સર્વિસ રાબેતા મુજબ શરૂ કરાઈ હતી. ત્યારે ફરી એકવાર સર્વિસ કરવા માટે રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે.

Back to top button