રોનાલ્ડોએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું, જાણો કારણ
- ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈતિહાસ રચ્યો
- 38 વર્ષીય રોનાલ્ડોએ વધુ એક સિદ્ધિ મેળવી
- રોનાલ્ડોએ પોર્ટુગલ માટે 200 મેચો પૂરી કરી
- આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 200 મેચ રમનાર પહેલો ખેલાડી બન્યો
- ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
38 વર્ષીય રોનાલ્ડોએ પોતાના ડેબ્યૂના લગભગ 20 વર્ષ બાદ પોર્ટુગલ માટે 200 મેચો પૂરી કરી છે. દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈતિહાસ રચી દીધો છે. તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 200 મેચ રમનાર પહેલો ખેલાડી બની ગયો છે. પોર્ટુગલના કેપ્ટન અને સર્વકાલીન મહાન ફૂટબોલર રોનાલ્ડોએ આઇસલેન્ડ સામે મેદાનમાં ઉતરતાની સાથે જ આ સિદ્ધિ મેળવી લીધી હતી. આ મેચમાં તેણે મેચ પુરી થવા પહેલા 89મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી જીત અપાવી હતી.
Records chase Cristiano Ronaldo, the first player to make 200 appearances in men's international football 🐐 pic.twitter.com/pxeIxlsWcv
— GOAL India (@Goal_India) June 21, 2023
200 આંતરરાષ્ટ્રીય મેચો પૂરી કરવાના અવસર પર આઈસલેન્ડ સામેની મેચ પહેલા તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રોનાલ્ડોનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. રોનાલ્ડોના હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર 123 ગોલ છે. હું બહુ ખુશ છું 200 મેચો પૂર્ણ કરનાર રોનાલ્ડોએ UEFA વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “હું ખૂબ જ ખુશ છું. તે એક પ્રકારની ક્ષણ છે જેની તમે ક્યારેય અપેક્ષા રાખતા નથી. 200 આંતરરાષ્ટ્રીય મેચો મારા માટે અવિશ્વસનીય સિદ્ધિ છે. રોનાલ્ડોએ 200મી મેચમાં પણ પોતાની ટીમને જીતાડીને ફરી એકવાર સાબિત કર્યું કે તે યુરો કપ 2024 માટે તૈયાર છે.
આ પણ વાંચો: ICC ODI World Cup શેડ્યૂલની રિલીઝ ડેટ જાહેર, PCBને ICC વધુ સમય નહીં આપે