સાઉદી ઓલ સ્ટાર્સ વચ્ચે રમાયેલ મેચમાં રોનાલ્ડો અને મેસ્સીનું શાનદાર પ્રદર્શન, અભિતાભે ખેલાડીઓને પાઠવી શુભેચ્છા
સાઉદી અરબના પાટનગર રિયાધમાં પેરિસ-સેન્ટ જર્મન (પીએસજી) અને સાઉદી ઓલ સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં મેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી ફરી એક વખત મેદાનમાં આમને-સામને આવતા મેચ ખુજ બ રોમાંચક જોવા મળી હતી. ફીફા વર્લ્ડકપ પછી પ્રથમ વખત મેદાન પર ઉતરેલા રોનાલ્ડોએ ફરી એક વખત બાજી મારી છે. સાઉદી અરબના પાટનગર રિયાધમાં રમાયેલ મેચમાં મેસ્સીએ રોનાલ્ડોને મેદાનમાં પછાડીને જીત મેળવી છે.
મેસ્સીની ટીમ PSGએ સાઉદી ઓલ સ્ટાર્સને 5-4થી હરાવ્યું
હાલમાં જ મેસ્સીની ટીમે ફૂટબોલ વર્લ્ડ કપ જીતીને વિશ્વને તેની તાકાત બતાવી દીધી છે ત્યારે વર્લ્ડ કપ જીત્યા બાદ ફરી એકવાર જ્યારે મેસ્સી અને રોનાલ્ડો સામ-સામે આવ્યા હતા. ત્યારે મેસ્સીએ ફરી એક વખત રોનાલ્ડોને ટક્કર આપીને જીતને પોતાના નામે કરી લીધી છે. ફૂટબોલને દુનિયાના બે દિગ્ગજ ખેલાડીઓનો સામસામેનો મુકાબલો ખુબ જ રોમાંચક રહ્યો હતો. ફરી એકવાર આ બન્ને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.આ મેચમાં મેસ્સીની ટીમ PSGએ સાઉદી ઓલ સ્ટાર્સને 5-4થી હરાવ્યું હતું. આ મેચમાં રોનાલ્ડો અને મેસ્સી સિવાય નેમાર અને એમ્બાપે જેવા સ્ટાર પણ મેદાનમાં હતા, જેમણે તાજેતરમાં ફીફા વર્લ્ડકપમાં સારુ પ્રદર્શન કર્યું હતુ. આ મેચના ઇનોગ્રેટ અભિતાભે કર્યું હતું. અને અભિતાભે ખોલાડીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
સાઉદી ઓલ સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચનો રોમાંચક મુકાબલો
આ મેચમાં બન્ને ટીમોએ કુલ 9 ગોલ કર્યા હતા. મેસ્સી અને રોનાલ્ડો સિવાય એમ્બાપેએ પણ ગોલ ફટકાર્યો હતો. જયારે નેમાર ગોલ ફટકારતા ચુકી ગયો હતો. આ મેચમાં રોનાલ્ડોના 2 ગોલે મેચને વધુ રોમાંચક બનાવી હતી. આ મેચમાં મેસ્સીએ મેચનો પ્રથમ ગોલ ફટકાર્યો હતો. ત્યાર બાદ પ્રથમ હાફની 34મી મિનિટમાં પોર્ટુગલના સ્ટાર ખેલાડીએ પેનલ્ટીએ ગોલ કરતા મેચ બરાબરીની થઈ ગઈ હતી. ત્યાર બાદ 43મી મિનિટમાં પીએસજીએ ફરી એક વખત ગોલ કર્યો હતો. તે બાદ રોનાલ્ડોએ ફરી એક વખત મેચને રોમાંચક બનાવતા પહેલા હાફના એકસ્ટ્રા ટાઇમમાં મેચને 2-2ની બરાબરી પર લાવી દીધી હતી. અને મેચના બીજા હાફમાં પીએસજીની ટીમે લીડ લઇને મેચ જીતી હતી. PSG અને સાઉદી ઓલ સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં મેસ્સીની ટીમે રોનાલ્ડોના સ્ટાર્સને 5-4ના અંતરથી હરાવ્યું હતું.
અમિતાભે ખેલાડીઓને આપ્યા અભિનંદન
રિયાધ ખાતે રમાયેલી આ મેચમાં અમિતાભને મેચને ઇનોગ્રેટ કરવા ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. મેચ પહેલાં બંને ટીમના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. અમિતાભે રોનાલ્ડો અને મેસ્સીને મળીને તેમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતા. અભિતાભે આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે રિયાધમાં એક શાનદાર સાંજ. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનલ મેસી, મ્બાપે, નેમાર બધા રમી રહ્યા હતા.
આ પણ વાંચો : Netflixના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે CEO પદેથી આપ્યું રાજીનામું