ઉદિત નારાયણે ગાયું રોમેન્ટિક ગીત, તો ન રોકાયા શાહરૂખ-ગૌરી, જુઓ વીડિયો
- અનંત-રાધિકાના ગ્રાન્ડ ફંક્શનમાં બોલિવૂડ સેલેબ્સ પણ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ ઉજવણીની છેલ્લી સાંજને વધુ રંગીન બનાવવા માટે, ઉદિત નારાયણે પોતાના અવાજનો જાદુ રેલાવ્યો હતો.
જામનગર, 4 માર્ચઃ છેલ્લા કેટલાક દિવસોથી જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ ચાલી રહ્યા હતા. કાલે તેનો છેલ્લો દિવસ હતો. ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશની અનેક હસ્તીઓ ઉજવણીમાં મગ્ન જોવા મળી હતી. સમગ્ર ઈન્ટરનેટ આ ઉજવણીના ફોટા અને વીડિયોથી છવાયેલું રહ્યું હતું.
ઉદિત નારાયણે આપ્યું પરફોર્મન્સ
અનંત-રાધિકાના ગ્રાન્ડ ફંક્શનમાં બોલિવૂડ સેલેબ્સ પણ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ ઉજવણીની છેલ્લી સાંજને વધુ રંગીન બનાવવા માટે, ઉદિત નારાયણે પોતાના અવાજનો જાદુ રેલાવ્યો હતો. જ્યારે ઉદિત નારાયણ ગીત ગાતા હતા, ત્યારે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પણ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા, જ્યાં તેણે તેની પત્ની ગૌરી ખાન સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
શાહરૂખે પત્ની સાથે કર્યો ડાન્સ
એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉદિત નારાયણ શાહરૂખ ખાનની ફિલ્મ વીર-ઝારાનું ગીત ‘જાનમ દેખ લો, મિટ ગઈ દુરિયાં..’ ગાતા જોવા મળે છે. વીડિયોમાં કિંગ ખાન સ્ટેજની નીચે પત્ની ગૌરી સાથે આ ગીત પર રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતો જોવા મળે છે. ગૌરી ખાન પણ પતિ શાહરૂખ સાથે પ્રેમભર્યા અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. લોકો તેની પર કોમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યો છે.
Udit Narayan Singing and Two Epitome Of Love #ShahRukhKhan and #GauriKhan dancing on the most iconic romantic Song "Janam Dekhlo Mitt Gayi Dooriyaan" at #AnantRadhikaWedding#AmbaniPreWedding #SalmanKhan #ShahRukhKhan #AnantRadhikaPreWedding pic.twitter.com/FFHYf5eXgu
— Neha Bisht (@neha_bisht12) March 4, 2024
પરિવાર સાથે જામનગરમાં હતો કિંગખાન
શાહરૂખ ખાન આ સમારંભમાં જોશ અને મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. 3 દિવસના કાર્યક્રમમાં શાહરૂખ પરિવાર સાથે જામનગર પહોંચ્યો હતો. ફંકશનના ત્રીજા દિવસે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં શાહરૂખે વ્હાઈટ પઠાણી શેરવાની પહેરી હતી. ગૌરી ખાન બ્લૂ કલરના સૂટમાં રોયલ લાગતી હતી. નાનો દીકરો અબરામ બ્લેક કલરના આઉટફિટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તેની સ્ટાઈલ તો પિતા શાહરૂખ જેવી જ હતી.
આ પણ વાંચોઃ એક લિપસ્ટિક કી કીમત તુમ ક્યા જાનો પતિદેવ? જ્યારે નાનકડી ચીજ મોટા ઝઘડાનું કારણ બની