ઈજાગ્રસ્ત ખેલાડીઓથી રોહિતનું ટેન્શન વધ્યું, ઓસ્ટ્રેલિયા સામેની નાગપુર ટેસ્ટમાં શું હશે પ્લેઇંગ-11?
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝ શરૂ થઇ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઈનલમાં પહોચવા માટે ભારતે આ ટેસ્ટ સિરીઝ જીતવી જરૂરી છે. પ્રથમ ટેસ્ટ માટે હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આવામાં ટીમ ઇન્ડિયાની સીધી નજર નાગપુરમાં થનાર મહાસંગ્રામ પર ટકેલી છે.
પ્રથમ ટેસ્ટમાં ક્યા-ક્યા ખેલાડીઓને મોકો આપવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે. કેપ્ટન રોહિત શર્મા માટે પ્લેઈંગ 11ની પસંદગી કરવી એક પડકાર છે. કારણકે ટીમના બે મહત્વપૂર્ણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને પ્લેઈંગ 11ની પસંદગી માટે ઉપલબ્ધ નથી. ટીમ ઇન્ડિયા સામે આ એક મોટો પડકાર છે.
આ ખેલાડીઓ પસંદગી માટે ઉપલબ્ધ નથી
ઇન્ડિયા ટીમમાં બે મહત્વપૂર્ણ ખેલાડીઓ તાજેતરમાં ટીમ ઇન્ડિયા સાથે નથી. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કાર એક્સિડન્ટના કારણે ક્રિકેટથી દૂર છે. જે ગત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા માટે હીરો સાબિત થયા હતા પરંતુ તે હાલની આ સિરીઝમાં નથી રમી રહ્યા.
આ પણ વાંચો: Ind vs Aus : ટેસ્ટ સીરિઝ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજા બાદ થયો ફીટ, ટીમ માટે મોટા સમાચાર
સાથે જ મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર પણ પ્રથમ ટેસ્ટ મેચ માટે ફીટ નથી સાથે જ પસંદગી માટે ઉપલબ્ધ નહીં હોય. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે પહેલાથી જ ક્રિકેટથી દુર છે અને ભારતે શરૂઆતની બે ટેસ્ટ મેચ માટે જે ટીમની જાહેરાત કરી છે તેમાં એનું નામ નથી.
પ્લેઈંગ 11 માટે કેવી રીતે વધશે ટેન્શન?
રોહિત શર્મા સામે પડકાર એ હશે કે ઓપનિંગમાં શુભમ ગીલને ઉતારે કે કેએલ રાહુલને, કેમકે શુભમ ગિલે તાજેતર ઓપનિંગ વિના જ ત્રણેય ફોર્મેટમાં સારુ પ્રદર્શન કર્યું છે જયારે કેએલ રાહુલ સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા છે. જો કેએલ રાહુલ જ ઓપનિંગ કરે તો શુભમ ગિલને મિડલ ઓર્ડરમાં જગ્યા મળી શકે છે અને આ સ્થિતિમાં સૂર્યકુમાર યાદવને રાહ જોવી પડી શકે છે.
કારણકે ઋષભ પંત નથી, એવામાં વિકેટકીપર કેએસ ભરતને સ્થાન મળી શકે છે જે કેટલાક સમયથી ટીમ ઇન્ડિયા સાથે બેકઅપ વિકેટકીપર તરીકે સાથે રહ્યો છે. ટીમ ઇન્ડિયા માટે મોટો પડકાર બોલરોની પસંદગી કરવામાં થશે. કારણકે ઘરેલું મેદાન પર સ્પિનને મદદ મળશે તો રવિચન્દ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન પાક્કું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ઈશાન કિશન અને અર્શદીપ સિંહ IPLના આગામી પેઢીના સુપરસ્ટાર, કોણે કરી આગાહી ?
પરંતુ ટીમ ઇન્ડિયા ત્રીજા સ્પિનર તરીકે અક્ષર પટેલને સ્થાન આપશે કે પછી ત્રણ ફાસ્ટ બોલરોને મોકો મળશે. જો અક્ષર પટેલને સ્થાન આપવામાં આવે તો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની જોડી સાથે આગળ વધી શકે છે. પરંતુ ત્રીજો ફાસ્ટ બોલર આવે તો ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકર વચ્ચે હરીફાઈ રહેશે.
નાગપુર ટેસ્ટમાં પ્લેઇંગ-11 આવી હોઈ શકે છે:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ/શુભમ ગિલ
કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા,
મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ/અક્ષર પટેલ
ઓસ્ટ્રેલિયા સામે પહેલી બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમ ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકર, સુર્યકુમાર યાદવ.
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ટેસ્ટ સિરીઝ શેડ્યુલ):
પ્રથમ ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર
બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ધર્મશાળા
ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ
આ પણ વાંચો: ગૌતમ અદાણી પર હવે ભારતમાં પણ શરૂ થઈ મુશ્કેલી, જાણો શું આવી નવી આફત?