રોહિત શર્માની ટેસ્ટમાંથી પણ નિવૃત્તિની તૈયારી? વાયરલ તસવીરોએ ચર્ચા જગાવી
બ્રિસ્બેન, 17 ડિસેમ્બર : બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહી છે જેમાં ફરી એકવાર ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફ્લોપ રહ્યો છે. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહેલા રોહિત શર્મા ફરીથી પોતાની ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા અને સસ્તામાં પોતાની વિકેટ આપી દીધી હતી. જોકે, આ પછી સામે આવેલી એક તસવીરે ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. આ તસવીર બાદ રોહિતની નિવૃત્તિને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
આઉટ થયા બાદ રોહિતે પોતાના ગ્લોવ્સ ફેંકી દીધા
ગાબા ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ ફરી એકવાર ચાહકોને નિરાશ કર્યા હતા. તેણે 27 બોલમાં માત્ર 10 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના બોલ પર વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી, પેવેલિયન તરફ જતી વખતે, તેણે તેના ગ્લોવ્સ ઉતારી દીધા, જે તેણે પાછળથી ડગઆઉટમાં ફેંકી દીધા હતા. તેના બંને ગ્લોવ્ઝ ડગઆઉટમાં જાહેરાત બોર્ડની પાછળ પડેલા જોવા મળે છે. આ કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે રોહિત હવે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ શકે છે. લોકો માને છે કે રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીના અંતનો સંકેત આપ્યો છે.
The worrying part was Rohit Sharma never looked like surviving the spell from Pat Cummins. Worked over & knocked out, his gloves now left lying in front of the dugout #AusvInd pic.twitter.com/u1WKIjdMKd
— Bharat Sundaresan (@beastieboy07) December 17, 2024
એક્સ પર રોહિતની આ તસવીર શેર કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, ‘રોહિત શર્માએ ડગઆઉટની સામે પોતાના ગ્લોવ્ઝ છોડી દીધા. તે ખૂબ જ નિરાશ છે. શું આ નિવૃત્તિની નિશાની છે?’ એકે લખ્યું, ‘રોહિત શર્માએ ડગઆઉટની સામે તેના ગ્લોવ્સ છોડી દીધા. નિવૃત્તિના સંકેતો?’
રોહિત શર્મા એડિલેડ ટેસ્ટમાં પણ ફ્લોપ રહ્યો હતો
રોહિત શર્માએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચથી દૂરી લીધી હતી. પ્રથમ બાળકના જન્મને કારણે તે પર્થ ટેસ્ટનો ભાગ બની શક્યો નહોતો. તેણે એડિલેડમાં બીજી ટેસ્ટ રમી હતી અને તેમાં પણ તે ફ્લોપ રહ્યો હતો. તેણે બંને ઇનિંગ્સમાં 38 બોલનો સામનો કરીને માત્ર 9 રન બનાવ્યા હતા.
Rohit Sharma left his gloves in front of the dugout. Signs of retirement? pic.twitter.com/7aeC9qbvhT
— Div🦁 (@div_yumm) December 17, 2024
T20Iમાંથી નિવૃત્ત થઈ ગયો છે
નોંધનીય છે કે રોહિત શર્મા પહેલા જ T-20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. આ વર્ષે, તેણે ટી20 વર્લ્ડ કપના ટાઇટલમાં ભારતનું નેતૃત્વ કર્યા પછી જ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવ્યો હતો. રોહિત શર્માએ 17 વર્ષ પછી ભારતને T-20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું અને તેની T-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો શાનદાર અંત કર્યો હતો. હવે રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તેવી અટકળો ચાલી રહી છે.
આ પણ વાંચો :- શેરબજારમાં સતત બીજા દિવસે સુસ્તી, સેન્સેકસ-નિફટીમાં નોંધાયો ઘટાડો