ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રોહિત શર્માની અગ્નિપરીક્ષા: પીછેહઠ કરશે કે પછી મેદાન પર બાજી મારશે? જાણો

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ચોથી મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પાછળ છે

HD ન્યૂઝ ડેસ્ક, 1 જાન્યુઆરી, 2025: ભારતીય ક્રિકેટ ટીમ હવે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ માટે તૈયાર થઈ રહી છે. આ એક લાંબી શ્રેણીનો છેલ્લો મુકામ છે, પરંતુ ટીમ ઈન્ડિયા આ સમયે મુશ્કેલીઓથી ઘેરાયેલી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીમાં ચોથી મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પાછળ છે. એટલું જ નહીં, કેપ્ટન રોહિત શર્મા પણ સતત નિષ્ફળ જઈ રહ્યો છે. ન તો તેનું બેટ કામ કરી રહ્યું છે અને ન તો તે કેપ્ટન તરીકે એવું કંઈ કરી શકવા સક્ષમ છે જે યાદ રાખવા જેવું હોય. રોહિત શર્મા પણ આ સિરીઝમાં મિડલ ઓર્ડરમાં રમ્યો હતો અને આ પછી તે પોતાની જૂની જગ્યાએ એટલે કે ઓપનિંગ માટે પણ આવ્યો હતો, પરંતુ તેણે ક્યાંય રન બનાવ્યા નહોતા. રોહિત શર્મા હવે તેની ટેસ્ટ કારકિર્દીના એવા તબક્કે છે, જ્યાં તેણે અગ્નિપરીક્ષા સામનો કરવો પડશે. હવે જોવાનું એ રહે છે કે, તે આમાંથી પીછેહઠ કરશે કે પછી મેદાન પર બાજી મારશે

રોહિત શર્મા છેલ્લી ત્રણ ટેસ્ટ શ્રેણીમાં ફ્લોપ

રોહિત શર્મા માટે એવું નથી કે ઓસ્ટ્રેલિયા સીરીઝ જ ખરાબ ચાલી રહી છે, અગાઉ જ્યારે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમી રહી હતી ત્યારે પણ તે પોતાના બેટથી રન બનાવી શક્યો ન હતો. જો વર્તમાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરવામાં આવે તો તેણે પાંચ ઇનિંગ્સમાં માત્ર 31 રન જ બનાવ્યા છે. અગાઉ જ્યારે ન્યૂઝીલેન્ડ સાથે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી હતી ત્યારે રોહિત શર્માએ છ ઇનિંગ્સમાં નિરાશાજનક 91 રન અને બાંગ્લાદેશ સામેની સિરીઝમાં માત્ર 42 રન બનાવ્યા હતા. તેણે 15 ઇનિંગ્સમાં માત્ર 164 રન બનાવ્યા છે, જે 11 કરતાં ઓછી સરેરાશ છે. રોહિત શર્મા જેવા બેટ્સમેનને આ બિલકુલ શોભતું નથી.

રોહિત કેપ્ટન ન હોત તો તે ટીમની બહાર…: ઈરફાન પઠાણ

ચોથી ટેસ્ટ મેચમાં હર બાદ પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે કહ્યું હતું કે, “રોહિત શર્મા કેપ્ટન ન હોત તો તે ટીમની બહાર થઈ ગયો હોત.” આ ઉપરાંત જો આંકડા રોહિત શર્મા સિવાય અન્ય કોઈ બેટ્સમેન હોત તો કદાચ અત્યાર સુધીમાં તે પ્લેઈંગ ઈલેવનમાંથી જ નહીં, પરંતુ ટીમની પણ બહાર થઈ ગયો હોત, પરંતુ રોહિતનું નામ મોટું છે અને તે કેપ્ટન પણ છે. જેના કારણે પ્રશ્નો ઉભા થાય છે, પરંતુ ટીમમાંથી બહાર જવા જેવી કોઈ વાત નથી. ઉદાહરણ તરીકે જોવામાં આવે તો, શુભમન ગિલને ચોથી ટેસ્ટમાં બહાર રાખવામાં આવ્યો હતો કારણ કે તે તેના બેટથી રન બનાવી રહ્યો ન હતો. ગમે તે કહેવાય, પરંતુ આ સત્ય છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી દાવ પર 

રોહિત શર્માની સામે મુશ્કેલી એ છે કે, તેણે માત્ર પોતાના રન જ બનાવવાના નથી પણ ટીમમાં નવો જોશ અને ઉત્સાહ પણ જગાવવાનો છે, જેથી હાર બાદ ભારતીય ટીમ એ જ ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરે. હવે માત્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર જ દાવ નથી, જેની રેસમાંથી ટીમ ઈન્ડિયા બહાર થઈ શકે છે, પરંતુ બોર્ડ ગાવસ્કર ટ્રોફીનો પણ સવાલ છે, જેના પર ટીમ ઈન્ડિયા છેલ્લા ચાર વખતથી કબજો કરી ચૂકી છે. જો ટીમ ઈન્ડિયા સિડની મેચ હારી જાય છે, તો તે ઘણું મોટું નુકસાન ગણાશે, આ ધ્યાનમાં રાખવું પડશે. આ દરમિયાન હવે જોવાનું એ રહે છે કે, રોહિત શર્મા આગામી મેચમાં કઈ વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરે છે, જેથી તે પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપી શકે.

આ પણ જૂઓ: ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં પુજારાને ટીમમાં લેવા માંગતો હતો હેડ કોચ ગંભીર પણ…

Back to top button