ટ્રેન્ડિંગસ્પોર્ટસ

રોહિત શર્માની અમેરિકામાં બેહદ દીવાનગી…

Text To Speech

અમેરિકામાં જે રીતે બેસ બોલ અને બાસ્કેટ બોલની લોકપ્રિયતા છે ત્યાં ક્રિકેટને જોઇએ એટલું સ્થાન મળ્યું નથી. જેમાં પણ ક્રિકેટના ખેલાડીઓને ઓછું ઓળખતા હશે એવું આપણે સૌ કોઈ માનતા હોઇશું પણ હાલમાં રોહિત શર્મા જ્યારે વેસ્ટ ઈન્ડિઝના વિરુદ્ધ ચોથી T20I રમવા માટે અમેરિકાના ફ્લોરિડામાં પહોંચ્યું ત્યારે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો.તેમની લોકપ્રિયતાની સીમાઓ તૂટી રહી હતી. લોકો રોહિત શર્માની એક ઝલક મેળવવા માટે એક વાર તેને હાથ વડે સ્પર્શ કરવા માટે બેતાબ દેખાતા હતા.

રોહિત શર્મા ભારતીય ક્રિકેટનું એક મોટું નામ છે. તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માના ચાહકો સમગ્ર વિશ્વમાં જોવા મળશે. પરંતુ અમેરિકામાં તેમના માટે આટલો જુસ્સો જોવાની અપેક્ષા ભાગ્યે જ કોઈએ કરી હશે.

રોહિત શર્માનો આ વીડિયો વેસ્ટ ઈન્ડિઝ સામેની ફ્લોરિડામાં રમાયેલી ચોથી T20I મેચનો છે. રોહિત શર્મા પ્રત્યે ચાહકોનો ઉત્સાહ આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ભારતીય સુકાની રોહિત શર્માએ પણ એ ઉત્સાહ, એ જોશને નબળો પડવા દીધો નથી. તે બધા ચાહકો પાસે ગયો હતો. જેઓ તેને એકવાર સ્પર્શ કરવા આતુર હતા. રોહિત શર્માએ લગભગ બધા સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કર્યો.

આ પણ વાંચો : CWG 2022 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો જલવો, સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું, ગોલ્ડ તરફ નજર

ભારતે ચોથી ટી20 મેચ 59 રને જીતી શ્રેણી જીતી લીધી

અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝની ચોથી મેચ રમાઈ હતી. આ મેચ જીતવા સાથે ભારત હવે સિરીઝમાં 3-1 થી અજેય સરસાઈ મેળવી ચુક્યુ છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરનેટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતે શાનદાર ઈનીંગ રમી હતી. પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને ભારતે 191 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસમાં નિષ્ફળ રહી હતી. 132 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ભારતનો 59 રને વિજય થયો હતો.

Back to top button