ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રોહિત શર્માએ પુત્રના જન્મ બાદ શેર કરી તસવીર! વ્યક્ત કરી પોતાની લાગણી, જૂઓ

Text To Speech
  • પુત્રના જન્મને કારણે રોહિત શર્મા ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો ન હતો

HD ન્યૂઝ ડેસ્ક, 16 નવેમ્બરઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માના ઘરમાં ફરી એકવાર બાળકનું આગમન થયું છે. તેમના પત્ની રિતિકા સજદેહે શુક્રવારે પુત્રને જન્મ આપ્યો છે. રોહિતનો હવે ચાર લોકોનો પરિવાર થઈ ગયો છે. રોહિત અને રિતિકાને 2018માં એક દીકરી સમાયરા છે. પુત્રના જન્મ બાદ રોહિત શર્માની આજે શનિવારે પહેલી પ્રતિક્રિયા બહાર આવી છે. કેપ્ટને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે. પુત્રના જન્મને કારણે રોહિત ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો ન હતો. ભારતે 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.

 

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

ઈન્સ્ટાગ્રામ પર સુખી પરિવારની એનિમેટેડ તસવીર શેર કરી

રોહિત શર્મા ઈન્સ્ટાગ્રામ પર સુખી પરિવારની એનિમેટેડ તસવીર શેર કરી હતી. તેમણે ફોટો પર લખ્યું કે, “એક પરિવાર જ્યાં અમે ચાર છીએ.” કેપ્ટને બાળકની જન્મ તારીખ પણ ‘15.11.2024’ આપી. તસ્વીરમાં જોવા મળે છે કે, કપલ સોફા પર બેસીને હસતું હોય છે. તે જ સમયે, એક નાની બાળકી તેના ખોળામાં નવજાત બાળકને પકડીને બેસેલી જોવા મળે છે. રોહિતની આ પોસ્ટ પર ફેન્સ તરફથી જોરદાર પ્રતિક્રિયા આવી રહી છે. લોકો પોતપોતાની સ્ટાઈલમાં તેને અભિનંદન આપી રહ્યા છે. રોહિત અને રિતિકાના લગ્ન 13 ડિસેમ્બર 2015ના રોજ થયા હતા. બંને એક કાર્યક્રમમાં મળ્યા હતા. બંનેએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યા હતા.

અહેવાલ મુજબ, રોહિત શર્માના પત્નીએ શુક્રવારે રાત્રે મુંબઈની સ્થાનિક હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા સિરીઝ શરૂ થવામાં હજુ 6 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં રોહિતના પર્થમાં યોજાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં રમવાની શક્યતા વધી ગઈ છે. જો કે, એ સ્પષ્ટ નથી કે રોહિત થોડા પ્રેક્ટિસ સેશન પછી મેચમાં રમશે કે કેમ? અત્યારે કોઈ શક્યતા નકારી શકાય તેમ નથી. રોહિત અત્યારે ભલે તેના શ્રેષ્ઠ ફોર્મમાં ન હોય પરંતુ ભારતીય ટોપ ઓર્ડર સારું પ્રદર્શન કરી રહ્યો નથી અને ટીમને કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન તરીકે તેની સખત જરૂર છે.

Back to top button