IPL 2025ટ્રેન્ડિંગસ્પોર્ટસ

સતત ત્રીજી મેચમાં ફ્લોપ જતાં રોહિત શર્મા પર દિગ્ગજ ખેલાડીએ કટાક્ષ કર્યો, યાદ રાખો તમે હવે કપ્તાન નથી

Text To Speech

IPL 2025 MI vs KKR: આઈપીએલ 2025માં મુંબઈ ઈંડિયંસે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને સીઝન 18ની પહેલી જીત પ્રાપ્ત કરી છે. અત્યાર સુધી મુંબઈ ઈંડિયંસ આ સીઝનની 3 મેચ રમી ચુકી છે. પણ ત્રણેય મેચમાં પૂર્વ કપ્તાન રોહિત શર્મા ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા છે. કેકેઆર વિરુદ્ધ રોહિત શર્મા સબ્સીટ્યૂટ પ્લેયર તરીકે રમ્યો હતો. તો વળી રોહિતના આ ખરાબ પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર માઈકલ વોને હિટમેન પર કટાક્ષ કર્યો છે. માઈકલ વોનનું માનવું છે કે રોહિત શર્માનું પ્લેઈંગ ઈલેવનમાં રહેવું થોડું મુશ્કેલ છે.

માઈકલ વોને રોહિતની બેટીંગ પર સવાલો ઊભા કર્યા

આઈપીએલ 2025માં રોહિત શર્મા સતત ત્રીજી મેચમાં બેટીંગ દરમ્યાન ફ્લોપ સાબિત થયો છે. કેકેઆર વિરુદ્ધ રોહિતે 12 બોલમાં ફક્ત 13 રન કર્યા હતા. તો વળી રોહિતના આ ખરાબ પ્રદર્શનને જોઈ માઈકલ વોને હિટમેન પર કટાક્ષ કરતા ક્રિકબઝ સાથે વાત કરતા જણાવ્યું કે, તમે તેમના નંબર જુઓ, તમારે યાદ રાખવું જોઈએ કે, રોહિત હવે ખાલી એક બેટ્સમેન છે. કારણ કે તે કપ્તાન નથી. હવે મને લાગે છે કે, તમારે સરેરાશ નંબરથી બચવું જોઈએ. જો તમારુ નામ રોહિત શર્મા નથી, તો કદાચ આ નંબરો સાથે કોઈ સ્તર પર ટીમમાં પોતાની જગ્યા ખોઈ દેશો. રોહિત શર્મા જેવા ખેલાડી માટે આ આંકડા બહુ ખરાબ છે.

ત્રણ મેચમાં આવું રહ્યું રોહિત શર્માનું પ્રદર્શન

સીઝન 18ની ત્રણેય મેચમાં રોહિત શર્મા ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા છે. પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો, આ મેચમાં ખલીલ અહમદે હિટમેનનો શિકાર કર્યો.

ત્યાર બાદ બીજી મેચમાં રોહિતે ગુજરાત ટાઈટંસ વિરુદ્ધ 4 બોલ રમીને ફક્ત 8 રન કર્યા. આ મેચમાં મોહમ્મદ સિરાજે તેને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ હવે કેકેઆર વિરુદ્ધ તેના બેટમાંથી ખાલી 13 રન નીકળ્યા હતા. આમ અત્યાર સુધીમાં રોહિત શર્માએ ત્રણ મેચમાં ફક્ત 21 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, 5 કામદારોના મૃત્યુ

Back to top button