ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs ENG Match: કોરોનાની ચપેટમાં રોહિત? હવે ‘કેપ્ટન’ કોણ?

Text To Speech

કેપ્ટન રોહિત શર્માનો કોરોના રિપોર્ટ ફરી એકવાર પોઝિટિવ આવ્યો છે. જેના કારણે 1 જુલાઈએ રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચને મોટો ફટકો રહ્યો છે. આજે ફરી એકવાર કેપ્ટન રોહિતનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે. અને આજે પણ રિપોર્ટ પોઝિટિવ આવશે તો રોહિત એજબેસ્ટન ટેસ્ટ નહીં રમે એ વાત નક્કી છે.

એકવાર રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બુધવારે સવારે ફરી તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રોહિત અને ક્રિકેટ ટીમને એવું હતું કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવશે પણ થયું તેનાથી તદ્દન ઉલટું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે રાત્રે કરાયેલા ટેસ્ટનું રીઝલ્ટ પોઝિટિવ છે જો કે, હજુ સુધી સત્તાવાર રીતે આ બાબતે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ પહેલા ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે નિવેદન આપ્યું છે કે રોહિત શર્મા હજુ એજબેસ્ટન ટેસ્ટમાંથી બહાર નથી. બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું, ‘અમારી મેડિકલ ટીમ રોહિત પર નજર રાખી રહી છે. રોહિત હજુ સુધી ટેસ્ટમાંથી બહાર નથી. કારણકે, અમને આશા છે કે, રોહિતનો રિપોર્ટ નેગેટિવ આવશે.. જો કે, આ ટેસ્ટ રમવા માટે રોહિતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવવો એટલો જ જરૂરી છે. ટેસ્ટ મેચ માટે હજુ અમારી પાસે 36 કલાક છે.

રોહિત નહીં હોય તો કેપ્ટન કોણ બનશે?
હજુ સુધી BCCI દ્વારા કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી કે જો રોહિત ગેરહાજર રહેશે તો ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ કરશે. પરંતુ એવું માનવામાં આવે છે કે માર્ચમાં રમાયેલી શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં વાઇસ કેપ્ટન રહેલા જસપ્રિત બુમરાહને અહીં કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જો કે ભારત પાસે ઋષભ પંત, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી જેવા વિકલ્પો પણ છે, પરંતુ ક્રિકેટ નિષ્ણાતો બુમરાહને અહીં રેસમાં આગળ રહેવાનું કહી રહ્યા છે.

Back to top button